બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના 2024 | બનાસ શિક્ષા સહાય,અભ્યાસ કરતાં લોકોને ડેરી આપશે શિષ્યવૃતિ

બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, પાલનપુર)એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી (કો–ઑપરેટિવ સોસાયટી)ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એન.ડી.ડી.બી.)ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો.”સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવા માટે બનાસ ડેરી તેમજ ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા ઘણા પ્રયત્નો થતાં હોય છે જેમાં આજે આપણે વાત કરીશું બનાસ શિક્ષા સહાય વિષેની જેમાં પશુપાલન કરતાં વાલીઓ ના બાળકોને અભ્યાસ કરવા માટે મદદ મળી રહે તે હેતુથી શિષ્યવૃતિ આપવામાં આવે છે જેમાં અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીશું.

બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના 2024

પોસ્ટનું નામ બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના 2024
વિભાગ બનાસ ડેરી પાલનપુર
વર્ષ 2024
ચેરમેન શંકરભાઇ ચૌધરી
સતાવાર સાઇટ https://www.banasdairy.coop/

બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના 2024 યોગ્યતા

આ શિષ્યવૃતિ નો લાભ નીચે જણાવેલ યોગ્યતા ધરાવતા ને મળશે

બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના 2024 કેટલી સહાય મળશે

અભ્યાસ નું સ્તર મળવાપાત્ર સહાય
ધોરણ 1 થી 8 રૂપિયા. 2000/-
ધોરણ 9 થી 12 રૂપિયા. 3000/-
ધોરણ પછી કે ડિપ્લોમા રૂપિયા. 3000/-
ધોરણ 12 પછી કોલેજ તેમજ ઉચ અભ્યાસ માટે રૂપિયા. 5000/-

અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ તમારી ડેરીની મુલાકાત લો.
  • ત્યાં ડેરી ના કર્મચારી જોડેથી ફોર્મ મેળવો
  • ત્યારબાદ ફોર્મ ને વાંચો અને તમારી યોગ્યતા જુઓ
  • અરજી કરતી વખતે ફોર્મ માં માંગેલ તમામ માહિતી ને ચોકસાઇ કરીને ભરો
  • જે અભ્યાસ કરેલ હોય તેની માર્કશીટ ની નકલ ને સાથે જોડો
  • ત્યારબાદ મંડળી નો સિક્કો લગાવો
  • ફોર્મ ને મંડળીના મંત્રી જોડે ચેક કરીને જમા કરાવવાનું રહેશે

ફોર્મ ડાઉનલોડ કરવા ઉપયોગી લિન્ક

ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સતાવાર સાઇટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો