Apply For Driving License | ગુજરાતના ગમે તે ખૂણે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરો

ડ્રાઇવિંગ લાઇસન્સ વિના તમે કોઇપણ વાહન ચલાવી શકો નહી, અને જો તમે આમ કરો છો તો તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો. લાઇસન્સ બનાવવા માટે સરકાર નિયમોને સતત સરળ બનાવતી જાય છે. હવે તો 16 વર્ષના કિશોર પણ ઇ-બાઇક્સ ચલાવવા માટે પોતાનું લાઇસન્સ બનાવી શકે છે.ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ: સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.વ્યક્તિએ સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે ત્યારબાદ તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે.ગુજરાત RTO દ્વારા મોટર અધિનિયમ,1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

પોસ્ટ ટાઈટલ ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ
પોસ્ટનું નામ ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ
રાજ્ય ગુજરાત
વર્ષ 2024
અરજી પ્રકાર ઓનલાઈન
ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

ગુજરાત લર્નિંગ લાયસન્સ માટેનું ઓનલાઈન ફોર્મ

ડ્રાઈવિંગ લાયસન્સ (ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ) સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટેની યોગ્યતા

  • 50cc એન્જીનની ક્ષમતાથી વધુ ન હોય એવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી વધારે હોવી જોઈએ અને તેને પોતાના માતાપિતા ની મંજુરી લીધેલી હોવી જોઈએ. Apply For Driving License.
  • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે 18 વર્ષથી વધુ ઉમર હોવી જોઈએ.
  • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉમર 20 વર્ષ થી વધુ હોવી જોઈએ.
  • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ માટે જોઇશે આટલા ડોક્યુમેન્ટ

  • અરજી પત્રક
  • ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ,LC,લાઈટબીલ,LIC પોલિસી,જન્મ પ્રમાણપત્ર વગેરે.
  • સહી નો ફોટો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

ડ્રાઇવિંગ લાયસન્સના માટેના માપદંડો

ઉંમર

મોટાભાગના દેશોમાં, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની હોવી આવશ્યક છે. કેટલાક દેશોમાં ચોક્કસ પ્રકારનાં વાહનો, જેમ કે મોટરસાઇકલ અથવા બસો માટે ઉચ્ચ લઘુત્તમ વય હોઈ શકે છે.

જ્ઞાનની કસોટી

વ્યક્તિએ જ્ઞાનની કસોટી પાસ કરવી આવશ્યક છે જેમાં ટ્રાફિક કાયદા, રસ્તાના સંકેતો અને સલામત ડ્રાઇવિંગ પ્રેક્ટિસ આવરી લેવામાં આવી હોય.

દ્રષ્ટિ કસોટી

વ્યક્તિએ તે સુનિશ્ચિત કરવા માટે દ્રષ્ટિ પરીક્ષણ પાસ કરવું આવશ્યક છે કે તેઓ વાહનને સુરક્ષિત રીતે ચલાવવા માટે પૂરતી સારી રીતે જોઈ શકે છે.

ડ્રાઇવિંગ કૌશલ્યની કસોટી

વ્યક્તિએ ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરીને તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવવી આવશ્યક છે, જેમાં વિવિધ પ્રકારના રસ્તાઓ અને ટ્રાફિકની વિવિધ પરિસ્થિતિઓમાં ડ્રાઇવિંગનો સમાવેશ થઈ શકે છે.

ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ માંથી ‘Driver/Learners License’ નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ નવું પેજ ઓપન થાય તેમાં પ્રથમ ઑપ્સન ‘Apply For Learner License’ નો ઑપ્સન સિલેક્ટ કરો અને બીજા પેજમાં Continue પર ક્લિક કરો.
  • નવા પેજમાં તમારી કેટેગરી અને જિલ્લો સિલેક્ટ કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP એન્ટર કરીને ‘Authenicate With Sarathi’ પર ક્લિક કરો.
  • હવે Next પેજમાં જે ફોર્મ ખુલે એમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ લાયસન્સ નો પ્રકાર સિલેક્ટ કરો અને ઓનલાઈન ફી ભરો.
  • છેલ્લે માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.

ઉપયોગી લીંક

ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો