Addhar Bank Seeding Status: દેશમાં તાજેતરમાં આધારકાર્ડ અગત્યનો દસ્તાવેજ તરીકે પ્રચલિત છે. દેશમાં રહેતા નાગરિકોને મળતી વિવિધ સરકારી સેવાઓ અને સહાય માટે પણ આધારકાર્ડ ફરજિયાત કરેલ છે. દેશમાં સરકારી સહાય DBT દ્વારા ચૂકવણી થાય છે. આધારકાર્ડ માં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય તેના પણ નિયમો બહાર પાડેલા છે. પરંતુ આજે આપણે Aadhaar Bank Account Seeding Status Check Online કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.
આધાર બેંક સિડિંગ સ્ટેટ્સ હાઇલાઇટ પોઇન્ટ
આર્ટિકલનું નામ | તમારું આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહી? |
આર્ટિકલનો હેતુ | સહાય મેળવતા લાભાર્થીઓ પોતાના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહિં તેની માહિતી મેળવી શકે. |
ઓફિશિયલ ઓર્ગેનાઈઝેશન | Unique Identification Authority of India (UIDAI) |
અધિકૃત વેબસાઈટ | https://uidai.gov.in |
આધાર બેન્ક સિડિંગ સ્ટેટ્સ:
હાલમાં બેન્ક ખાતા સાથે આધારકાર્ડ લિન્ક કરાવવું ફરજિયાત બની ગયું છે. જો આમ ન થાય તો તમે વિવિધ સરકારી યોજનાઓ અને શિષ્યવૃતિનો લાભ લઈ શકતા નથી. જેથી તમારું આધારકાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરાવવું ફરજિયાત બની ગયું છે. પણ તમે એક કરતાં વધારે ખાતા ધરાવો છો તો તમારે જાણવું હોય કે ક્યૂ ખાતું ક્યાં આધારકાર્ડ સાથે લિન્ક છે તો આ Addhar Bank Seeding Status ની માહિતીથી જાણી શકો છો.
My આધાર પોર્ટલ પર જુઓ
ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર તમારી પાસે એક કરતાં વધારે ખાતા ધારક છો. તો તમે તમારા આધારકાર્ડ સાથે ફક્ત એક બેન્ક એકાઉન્ટ ને લિન્ક કરી શકો છો. આવી સ્થિતિમાં તમે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) ના Myaadhar પોર્ટલ પર જઈને જાણી શકો છો કે તમારું આધારકાર્ડ સિડિંગની માહિતી જોઈ શકો છો.
આ રીતે ચેક કરો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહી
- આ માટે, UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
- આગળ માય આધાર ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનુ પર જાઓ અને આધાર સેવા પસંદ કરો.
- આધાર સેવાઓ વિભાગ પર જાઓ અને આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ ચેક કરો પર ક્લિક કરો.
- આગળનું પેજ ખુલશે જેમાં તમને આધાર નંબર 12 મળશે.
- આગળ Send OTP પર ક્લિક કરો અને અહીં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
- OTP દાખલ કર્યા પછી, તમને તરત જ ખબર પડશે કે તમારું કયું બેંક એકાઉન્ટ તમારા આધાર સાથે લિંક છે.
આ સિવાય જો તમે ઇચ્છો તો બેંકમાં જઇને એ પણ જાણી શકો છો કે તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં. જો લિંક ઉપલબ્ધ ન હોય, તો તમારે જઈને આધાર લિંક ફોર્મ ભરવું જોઈએ. તમારા આધાર અને PAN ની માહિતી આપો. KYC કરાવો અને આ પછી થોડીવારમાં તમારું આધાર PAN સાથે લિંક થઈ જશે.
અગત્યની લિન્ક
My Aadhar Portal પર જવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |