સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો ઝડપી લો તક: આજના ભાવ જાણો

સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. આજે શરાફા બજારમાં ભાવમાં સતત તેજી જોવા મળી. આમ છતાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ કરતા ઘણું સસ્તું વેચાઈ રહ્યું છે.આજે જોઈએ સોના ચાંદી ના ભાવ.

10 ગ્રામ સોનાનો ભાવ

મલ્ટીકમોડીટી એક્સેંજ (MCX) પર 24 કેરેટ ધરાવતા સોનાનો ભાવ 116 રૂપિયા ઘટીને 50245 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

ચાંદીનો ભાવ

ચાંદીનો ભાવ 521 રૂપિયા ઘટતા 55570 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.

ઘણા મહિનાઓ બાદ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતોની વચ્ચે સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં ઘટાડાની સાથે એક કિલોગ્રામ ચાંદીના ભાવ ફરી એકવાર 56000 રૂપિયાની નીચે જતા રહ્યા છે. સોનું આજે તેના આગલા બંધની સરખામણીમાં 0.23 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે. તો ચાંદી પણ આગલા બંધ ભાવથી 0.93 ટકા નીચામાં ટ્રેડ કરી રહી છે

સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

Leave a Comment