ચોમાસું ૨૦૨૨: સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં આગામી 2 દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી

છેલ્લા અઠવાડીયામાં સમગ્ર ગુજરાત વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. અને હજુ આગામી 2 દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે.

સમગ્ર ગુજરાતમાં આગામી ૨૪ કલાક માટે હવામાન ખાતાની ભારેથી અતિભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2 દિવસ સૌરાષ્ટ્ર ને કચ્છ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી પ્રમાણે મોરબી, દાહોદ પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરના વિવિધ વિભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ચાલુ વર્ષમાં ગુજરાત રાજ્યમાં 65 રક વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ છેલ્લા ૨૪ કલાકથી વરસાદે વિશામો લીધો નથી.

આ પણ વાંચો : જુલાઈ મહિનામાં રેશનકાર્ડ ધારકોને કેટલું અનાજ મફત મળશે?

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, વડોદરા, દંગ, ભરૂચ, સુરત અને નવસારી જીલ્લામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારીમાં અતિભારે વરસાદની આગાહીથી ઠેર ઠેર પાણી ભરાયા છે. વલસાડ શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યું છે. હવામાન વિભાગ અનુસાર 15 જુલાઈ પછી ગુજરતને ભરી વરસાદથી રાહત મળી શકે છે.

આ પણ વાંચો : વિશ્વાસ નહિ થાય, માત્ર 26 રૂપિયામાં વિદેશયાત્રા કરવાનો સુનેહારો મોકો, આ એરલાઇન્સ આપી ઓફર

નવસારી, વલસાડ, સુરત અને નર્મદા જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કમાવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતના કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, દાહોદ, ખેડા, આણંદ અને પંચમહાલ જીલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : યુવાનો માટે ખુશખબર! દર મહિને 3400 રૂપિયાની સહાય આપશે સરકાર? જાણો વાયરલ મેસેજ ની સચાઈ

1 thought on “ચોમાસું ૨૦૨૨: સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં આગામી 2 દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી”

Leave a Comment