Viral Video : બનાસકાંઠાના કાંકરેજ ખાતે JCB સાથે પુલ પડતાં સર્જાઇ દુર્ઘટના😱, જુઓ આ વાઇરલ વિડીયો

Viral Video : બનાસકાંઠાના કાંકરેજ ખાતે પુલ પડતાં સર્જાઇ દુર્ઘટના😱, જુઓ આ વાઇરલ વિડીયો : બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ઉંબરીથી કંબોઈ વચ્ચે આવેલ બનાસ નદીનો પુલ કેટલાય વર્ષથી મોતનું ઘર બનીને જુલી રહ્યો હતો.

આ વર્ષે એટલે કે 2020/21 માં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે આ પુલ પરની અવરજવર બંધ કરવામાં આવી હતી, અને આના કારણે નીચેના ભાગમાં નદીની અંદર રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે એટલે કે 2022 માં થયેલ ભારે વરસાદના કારણે નીચે બનાવેલ રોડ પણ તૂટી ગયો હતો. જેના લીધે વાહનોને અવર-જવર કરવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી.

Viral Video
આ પણ વાંચો : આજે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ

આટલા વર્ષથી ભયજનક બનેલ પુલનું સમારકામ આ વર્ષે સરકારશ્રી દ્વારા હાથધરવામાં આવ્યું છે, અને હવે બનાસનદી પર સરકાર દ્વારા 1 કિમી લાંબો પુલ તૈયાર કરવાનું નક્કી કરેલું છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી આ પુલનું સમારકામ ધમધોકારથી ચાલતું હતું, અને આ જોઈને લોકો પણ ખુશ હતા.

Viral Video

પરંતુ આજથી 1-2 દિવસ પહેલા જ્યારે આ પુલનું સમારકામ ચાલી રહ્યું હતું, અને એક હિતાચી મશીન (JCB) પોતાના વાઇબ્રેટર વડે આ પુલને તોડવાનું કામ કરી રહ્યું હતું અને વિડિયો મુજબ આ મશીન પુલની ઉપરથી આ બ્રિજ તોડવાનું કામ કરતું જોવા મળી રહ્યું છે. અને આ કામ ચાલતી વખતે અચાનક જ આ પુલ તૂટી જાય છે અને JCB સાથે આ પુલ પડી જાય છે.

Viral Video

આ ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ સરકારને આ બાબતે વિચારવાની જરૂર છે કે જો કોઈ બસ કે અન્ય વાહન ઉપરથી જતું હોત અને આવી ઘટના સર્જાઇ હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત