મંગળવાર નું થસે મંગળ જો ખરીદી કરો છો તો જાણો આજના સોના ચાંદીના ભાવ

ઘરેલું સોની બજારમાં મંગળવારે સોના અને ચાંદી બંન્નેના હાજર ભાવમાં વધારો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતમાં મંગળવારે 3 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો, જેથી સોનાનોભાવ 50114 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. રૂપિયામાં ઘટાડાને કારણે સોનામાં આ સામાન્ય વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 50,111 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું. ઘરેલું સોની બજારમાં મંગળવારે ચાંદીના હાજર ભાવમાં પણ વધારો નોંધાયો હતો. ચાંદીમાં મંગળવારે 451 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ તેજીની સાથે ચાંદીનો ભાવ 62,023 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદીનો ભાવ 61572 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

જુઓ આજના સોના ચાંદીના ભાવ

દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે પણ સોનું અને ચાંદી ઉપલા સ્તરે છે. સોનું 60 હજારની ઉપર અને ચાંદી 75 હજારની ઉપર કારોબાર કરી રહી છે. આજે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 61000ની આસપાસ જઈ રહ્યું છે. આજે સોનામાં 60950ની સર્વોચ્ચ સપાટી જોવા મળી છે. બપોરે1.50 વાગે સોનાની કિંમત પર નજર કરીએ તો તે 60680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં તેમાં રૂ.170નો વધારો જોવા મળી રહ્યો છે. આજે સોનું રૂ. 60733ના સૌથી નીચા સ્તરે ગયું હતું. સોનાના આ ભાવ તેના મે વાયદા માટે છે.ચાંદીમાં આજે રૂ.700થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ સમયે ચાંદી રૂ.651ના ઉછાળા સાથે રૂ.75691 પ્રતિ કિલોના સ્તરે જોવા મળી રહી છે. આજે ચાંદીમાં 75578 રૂપિયાની ઉપલી સપાટી જોવા મળી હતી અને ડાઉનસાઇડ પર ચાંદી 75040 સુધી ઘટી હતી. ચાંદીના આ ભાવ તેના જૂન વાયદા માટે છે.

સોના-ચાંદી માટે પ્રખ્યાત બજાર અમદાવાદ બજાર પર એક નજર

સોના-ચાંદી માટે પ્રખ્યાત બજાર એવા અમદાવાદમાં આજે સોના-ચાંદીમાં કોઈ બદલાવ થયો નથી. 24 કેરેટ સોનાનો પ્રતિ તોલાનો ભાવ 62,315 રૂપિયા હતો. જે આજે પણ 62,315 રૂપિયાએ સ્થિર રહ્યો છે. જેના કારણે તોલમાપમાં કોઈ બદલાવ થયો નથી. તેમજ પ્રતિ તોલા 22 કેરેટ સોનાનો ભાવ 57,123 રૂપિયા હતો. જે આજે પણ 57,123 રૂપિયા સ્થિર રહ્યો છે. જેના કારણે તોલામાં કોઈ બદલાવ થયો નથી. તેથી આજે તમારે સોનાના દાગીના ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા નહિ પડે.

વૈશ્વિક બજારની હિલચાલ

દિલ્હીમાં 24 કેરેટ સોનાની હાજર કિંમતમાં મંગળવારે રૂપિયામાં સામાન્ય ઘટાડાને કારણે 3 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, મંગળવારે રૂપિયો એક ડોલરના મુકાબલે 12 પૈસાના ઘટાડા સાથે ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનું મંગળવારે સામાન્ય વધારા સાથે 1877 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતું જોવા મળ્યું હતું. તો ચાંદી 24.20 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેન્ડ કરતી જોવા મળી હતી.

તમારા મોબાઈલ વડે જાણો આજના ભાવ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય શનિવાર અને રવિવારે ibja દ્વારા દર જારી કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. ટૂંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સિવાય, તમે સતત અપડેટ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.