તમારા નામ પર કેટલા SIM CARD ચાલું છે જોઈલો: કોઈ બીજું તો નથી વાપરતું જાણો 30 સેકન્ડ માં

તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ટેલિકોમ વિભાગના નવા નિયમ પ્રમાણે એક ID પર 9 જ સિમ એક્ટિવેટ કરી શકાશે. જમ્મુ-કાશ્મીર, આસામ સહિત ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે આ લિમિટ 6 સિમની છે. 9થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો તમારે KYC કરવું જરૂરી છે. સિમ વેરિફાય થયેલું નહિ હોય તો એ ડિએક્ટિવ થઈ જશે.

ટેલિકોમ વિભાગે 7 ડિસેમ્બરે નોટિફિકેશન જાહેર કર્યું છે. એ મુજબ ગ્રાહકોને સિમ વેરિફાય કરવા માટે 60 દિવસનો સમય મળશે. ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ, બીમાર અને વિકલાંગ ગ્રાહકોને વધારે 30 દિવસનો સમય મળશે. નવું નોટિફિકેશન જાહેર થયા બાદ જો તમે એ જાણવા માગતા હો કે તમારા IDથી કેટલાં સિમ રજિસ્ટર્ડ છે તો અમે તમને એની પ્રોસેસ જણાવીશું.

શા માટે જાણવું જરૂરી

તમારા નામે રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો ઉપયોગ તમે ન કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

કેવી રીતે ચેક કરશો

ચેક કરવા માટે નું પોર્ટલ

તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે તે જાણવા માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલનું નામ છે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP). આ પોર્ટલ પર જઈને તમે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર સરળતાથી ચેક કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આ પોર્ટલ પર તમારો મોબાઈલ કેવી રીતે ચેક કરવો.

ઉપયોગી લીંક

ચેક કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો