તબેલા લોન યોજના 2023 : પશુઓ માટે તબેલો બનાવવા મળશે ઓછા વ્યાજે લોન

તબેલા લોન યોજના 2023 : રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આદિજાતિ વિભાગ દ્વારા પણ ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે. જેમ કે બ્યુટી પાર્લર લોન યોજના, લેપટોપ લોન યોજના વગેરે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા Tabela Loan Yojana Gujarat 2023 વિશે ટૂંકમાં માહિતી તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.

આ પણ વાંચો : કંડલા પોર્ટ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

તબેલા લોન યોજના 2023

તબેલા લોન યોજના 2023 ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Vibhag Gujarat દ્વારા આપવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાયભેંસનો વ્યવસાય કરે છે. તેમને આ લોન મળશે. જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.

તબેલા લોન યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામતબેલા લોન યોજના2023
યોજનાનો ઉદ્દેશગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે.
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે?ગુજરાતના એસ.ટી (ST)ના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે?આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર કેટલો લાગશે?વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ?આ યોજના માટે જે ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો.
સત્તાવાર વેબસાઇટhttps://adijatinigam.gujarat.gov.in/

તબેલા લોન યોજનાનો ઉદેશ્ય

ગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે.

તબેલા લોન યોજના માટેની પાત્રતા

તબેલા લોન યોજના 2023 માટે કેટલીક પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ બાબત વિશે થોડું જાણી લઈએ.

  • લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/ તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈશે.
  • તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
  • કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે.
  • તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
  • અરજદારને ગાય ભેંસને સેવા કરતા આવડવું જોઈએ.
આ પણ વાંચો : GPSC દ્વારા કાયદા સલાહકારની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો

Tabela Loan Scheme માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
  • તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. S.T. જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

  • Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • Adijati Nigam Gujarat Official Website
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમને Home Page પર “”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
આ પણ વાંચો : ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવો તમારા મોબાઇલમાં, આ રહી એપ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here