સોલાર રૂફટોપ યોજના 2023 : યોજના અંતર્ગત ઘર ઉપર સોલાર લગાવવા માટે સરકાર આપશે 40% સબસિડી

GPSSB Junior Clerk Call Letter 2023

સોલાર રૂફટોપ યોજના 2023 : દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે. આ પોસ્ટ તમને તમારા મિત્રોને અથવા અન્યને આ યોજના વિષે સંપૂર્ણ માહિતી મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Solar Rooftop Yojana । સોલાર સૂર્ય-ઉર્જા યોજના । Solar Rooftop yojana online Apply | સોલાર સૂર્ય-યોજના સબસીડી.

આ પણ વાંચો : મેઘરજ નાગરિક સહકારી બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સોલાર રૂફટોપ યોજના 2023

જેવી કે બેટરી સંચાલિત વાહનો પર સબસીડી, સોલાર રૂકટોપ યોજના વગેરે. મિત્રો આજે આપ્ણે સોલાર રૂકટોપ યોજના 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું .ગુજરાત સરકાર દ્વારા આપણે ધ્યાનમાં રાખીને સોલાર રુફ્ટોપ યોજના (Solar Rooftop Yojana 2023) શરૂ કરવામાં આવેલી છે.

સોલાર રૂફટોપ યોજનામાં અંદર ઉર્જા ઉત્પન્ન કરતી સોલાર પેનલ હોય છે. આ સોલાર પેનલનો ઉપયોગ વિવિધ ઊર્જા મેળવવા માટે થાય છે. આ સિસ્ટમનો એક મોટો ફાયદો એ છે કે, તે માત્ર નાની જગ્યા રોકે છે અને ખૂબ સારા પ્રમાણમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે.

સોલાર રૂફટોપ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામસોલાર રૂફટોપ યોજના 2023
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલMinistry of New & Renewable Energy (MNRE) Government of India
ક્યા લાભાર્થીઓ મળશે?ભારતના નાગરિકો
કેટલી સબસીડી મળવાપાત્ર થાય20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલની સમય મર્યાદા20 વર્ષ સુધી
સત્તાવાર વેબસાઇટsolarrooftop.gov.in
Solar Energy Helpline No.1800 2 33 44 77

સોલાર રૂફટોપ યોજનાનો હેતુ

જો આપણે પૃથ્વી પર રહેલા કુદરતી સંસાધનોની રક્ષા કરવી હોય તો પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો પડશે. જેમ કે પર્યાવરણનો મુખ્ય ઊર્જાનો સ્રોત સૂર્ય ઉર્જા તેમજ પવન ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આપણે કુદરતી ઊર્જાનું ઉત્પાદન કરવા માટે, સૌર ઉર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : [GCRI] ગુજરાત કેન્સર અને સંશોધન સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  • રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું.
  • કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું.
  • અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી.
  • સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા.

યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની પાત્રતા

ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી.

  • સોલાર રૂફ્ટોપ સિસ્ટમ વપરાયેલ સોલાર સેલ અને સોલાર મોડયુલ ભારતમાં ઉત્પાદિત થયેલ હોવા જોઈએ.
  • કોમન સુવિધાઓ માટેના વીજ જોડાણો માટેના સોલાર સિસ્ટમ સ્થાપવા માટે તે જગ્યાની માલકી તે ગ્રૂપ હાઉસિંગ સોસાયટી / રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિયેશન(RWA)ની હોવી જોઈએ.
  • જે ફીડર પર દિવસ દરમ્યાન કાયમી 3- ફેઝ વીજ પુરવઠો મળતો હોય, માત્ર તે ફીડરના જ રહેણાંક હેતુના વીજ જોડાણને 3-ફેઝ સોલાર સિસ્ટમની મંજૂરી મળી શકશે.

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • જે પણ વ્યક્તિ આ સોલાર રૂફટોપ યોજનાનો લાભ લે છે, તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે.
  • દર યુનિટ 2.50 રૂપિયાના લેખે આપવામાં આવે છે અને આખરે સરકાર રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
  • કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી, આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની ગેરંટી આપે છે.
  • અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીના બિલ ની રાહત મળી શકે છે.
ક્રમકુલ ક્ષમતાકુલ કિમત પર સબસીડી
1.3 KV સુધી40%
2.3 KV થી 10 KV સુધી20%
3.10 KV થી વધુસબસીડી નહિ મળે

યોજનાનો લાભ લેવાના આધાર પુરાવા

  • નવીનતમ વીજ બિલની નકલ.
  • નવીનતમ મ્યુનિસિપાલિટી ટેક્સ અથવા ઇન્ડેક્સ-2 ની નકલ.
  • આધાર કાર્ડની નકલ.
  • પાન કાર્ડની નકલ.
  • પાસપોર્ટ સાઈઝ ફોટો-3 નકલ.
  • સંપર્ક નંબર.

સોલાર રૂફટોપ યોજનામાં અરજી કઈ રીતે કરવી?

  • તમે ફક્ત આ લિક https://suryagujarat.guvnl.in/installer-list પર જઈને આપેલ કંપનીનો કોન્ટકટ કરવાનો રહેશે.
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના મેન્યુઅલ અને માર્ગદર્શિકા
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના માટે સૌર કેલ્ક્યુલેટર
  • સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના Installer List
  • જે તે કંપની સોલાર પેનલની થતી કુલ કિંમતમાંથી સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરી દે છે અને તમારે ફક્ત બાકી વધતી કિંમત જ ભરવાની હોય છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023 : ગર્ભવતી મહિલાના પોષણ માટે મળશે સરકાર તરફથી સહાય

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here