શું તમારે પણ Bank Of Baroda માં ખાતું છે? તો જાણી લો નવા નિયમો નહીતર આવશે પછતાવાનો વારો

Bank of Baroda: બેંક ઓફ બરોડા (BoB customer)માં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ આ સરકારી બેંકમાં ખાતું છે, તો 12 ઓગસ્ટથી કેટલાક ખાસ ફેરફારો થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બેંકે વિવિધ સમયગાળાની લોન માટે MCLR આધારિત લોનના દરમાં વધારો કર્યો છે.

બેન્કના નવા દરો થશે આજથી લાગુ

તમને જણાવી દઈએ કે બેંકે MCLRના દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને બેંકના નવા દર 12 ઓગસ્ટથી લાગુ થશે. બેંકે બુધવારે શેરબજારને મોકલેલી માહિતીમાં કહ્યું કે તેણે MCLR દરમાં વધારાને મંજૂરી આપી દીધી છે.

જાણો નવા દર પ્રમાણે કેટલો લાગશે એક વર્ષનો ચાર્જ

એક વર્ષનો બેન્ચમાર્ક MCLR 7.65 ટકાથી વધારીને 7.70 ટકા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મોટાભાગની કન્ઝ્યુમર લોનના વ્યાજ દર આના આધારે નક્કી કરવામાં આવે છે.

શું છે BOBના લેટેસ્ટ રેટ

એક મહિનાની મુદતની લોન માટે MCLR 0.20 ટકા વધારીને 7.40 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, ત્રણ મહિના અને છ મહિનાની લોન માટે MCLR 0.10 ટકા વધારીને અનુક્રમે 7.45 અને 7.55 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RBI દ્વારા તાજેતરમાં કરાયો વ્યાજદરમાં વધારો

ભારતીય રિઝર્વ બેંકે ગયા અઠવાડિયે કી પોલિસી રેટ રેપોમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આ પછી ઘણી બેંકોએ તેમના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

12 ઓગસ્ટથી કરવામાં આવશે નવા નિયમ લાગુ

તમને જણાવી દઈએ કે બેંકે 1 ઓગસ્ટથી ચેક જમા કરાવવાની રીતમાં પણ મોટો ફેરફાર કર્યો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બનાવવામાં આવેલા નિયમો બાદ હવે બેંક ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ (BOB પોઝિટિવ પે સિસ્ટમ) લાગુ કરવામાં આવી છે.

નવી પોઝીટીવ પે સીસ્ટમ

તમને જણાવી દઈએ કે પોઝિટિવ પે સિસ્ટમ વિના હવે તમે ચેકથી પેમેન્ટ નહીં કરી શકો. 5 લાખથી વધુના ચેક પેમેન્ટ પર તમારે આ માહિતી બેંકને આપવી પડશે. ક્લિયરન્સ આપતા પહેલા આ માહિતીની ક્રોસ વેરિફાઈ કરવામાં આવશે. જો ચેકમાં દાખલ કરેલી માહિતી અને ડિજિટલ માહિતી મેળ ખાતી નથી, તો તમારું ક્લિયરન્સ કરવામાં આવશે નહીં.