સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના : અનુસુચિત જાતિના લોકોને મળશે મરણોતર વિધિ કરવા 5000 ની સહાય

સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના : ગુજરાત સરકારે રાજ્યના ગરીબ પરિવારો માટે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મર્નોતર સહાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના આમ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિના લોકો કે જેઓ આર્થિક રીતે પછાત અને નબળા જીવન જીવતા હોય છે. રાજ્ય મૃત્યુ પામે છે અને મરણોત્તર સંસ્કાર દ્વારા અનુસરવામાં આવે છે. તેથી સરકાર તેમને સહાય આપે છે, જે તેમને આર્થિક રીતે ઘણો ટેકો આપે છે.

રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના

નમસ્કાર વાચક મિત્રો,આપડા સમાજ માં આપ સર્વો એ ઘણી જગ્યા પર જોયું હશે કે ઘણા લોકો નાં મરણ થઈ જાય છે.અને તેમની મરણોત્તર વિધિ કરવામાં આવે છે.પરંતુ ઘણા એવા પણ પરિવારો છે જેઓ મરણોત્તર વિધિ કરવામાં માં શક્ષમ પણ હોતા નથી તે હેતુ થી જ ગુજરાત સરકાર એ Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana રાજ્ય નાં ગરીબ પરિવારો માટે અમલ મા મુકેલ છે.

આ પણ વાંચો : GSRTC નું નવું એપ : હવે બસનું લાઇવ લોકેશન જુઓ ઘરે બેઠા તમારા મોબાઈલમાં

આ યોજના આમ તો રાજ્ય નાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.જેમાં રાજ્ય મા વસતા અનુસૂચિત જાતિના લોકો કે જેઓ આર્થિક રીતે પછાત છે અને નબળા છે તેવા લોકો નાં પરિવાર જનો માંથી કોઈ નું મૃત્યુ થાય અને ત્યાર બાદ તેમની મરણોત્તર વિધિ કરવામાં આવે તો સરકાર તેમને સહાય આપે છે.જેનાથી તેઓ ને આર્થિક રીતે ઘણો ટેકો મળે છે.

આ યોજના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં અતિ ગરીબ અને પછાત વર્ગ નાં લોકો ને તેમના પરિવાર માંથી કોઈ નું મરણ થાય તો તેમની મરણોત્તર વિધિ માટે સરકાર તરફ થી 5,000/- રૂપિયા ની આર્થિક સહાય કરવામાં આવે છે.

આ યોજના માટે જેની મરણોત્તર વિધિ કરવાની હોઈ તેમના પરિવાર માંથી ગમે તે સભ્ય એ આ સહાય માટે esamaj kalyan Portal પર Online અરજી કરવાની હોઈ છે.ત્યારબાદ તેમને આ સહાય મળવાપાત્ર હોઈ છે.

રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજના નું નામસત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના
સહાય5,000/- રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશઅનુસૂચિત જાતિના લોકો ને તેમના સ્વજનો નાં મૃત્યુ બાદ મરણોત્તર વિધિ માટે આર્થિક મદદ
લાભાર્થીગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના લોકો
અરજી નો પ્રકારઓનલાઈન

આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

આ સહાય રાજ્ય નાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય નાં અનુસૂચિત જાતિ ના લોકો ને તેમના સ્વજનો નાં મૃત્યુ ની મરણ વિધિ માટે આર્થિક મદદ કરવાના હેતુ થી આપવામાં આવે છે.જેના માટે ની પાત્રતા નીચે મુજબ ની છે.

આ પણ વાંચો : PGCIL માં આવી 800 જગ્યાઓ પર ફિલ્ડ એન્જીનીયરની ભરતી
  • અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • મૃત્યુ પામનાર વ્યક્તિ અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજી કરનાર અરજદાર અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • જે વ્યક્તિ નું મૃત્યુ થયું હોઈ તે વ્યક્તિ નું મરણ નોંધણી નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • મરણ થયેલ વ્યક્તિ નાં પરિવાર માંથી કોઈ એકજ વ્યક્તિ ને આ સહાય મળવાપાત્ર છે.
  • અને મરણ નાં 6 માસ ની અંદર જ સહાય માટે અરજી કરવાની રહેશે

આ સહાય મેળવવા માટે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર માથી એક સભ્યને આ સહાય મળે છે. એ પરિવારના એક વ્યક્તિ ની વાર્ષિક આવક મર્યાદા નો દાખલો રજુ કરવાનું રહેશે. જે વાર્ષિક મર્યાદા નીચે મુજબની છે.

  • ગ્રામ્ય વિસ્તાર માટે અરજદાર ની વાર્ષીક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા ની અંદર હોવી જોઇએ.
  • શહેરી વિસ્તાર માટે અરજદાર ની વાર્ષીક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા ની અંદર હોવી જોઇએ.

રાજા હરિશ્ચંદ્ર યોજના હેઠળ મળવાપાત્ર લાભ

આ યોજના માં રાજ્ય નાં અનુસૂચિત જાતિના લોકો ને લાભ મળે છે.જેમાં તેમના પરિવાર માંથી કોઈ નું મૃત્યુ થઈ ગયેલ હોઈ અને તેમની મરણોત્તર વિધિ કરવાની હોઈ તો સરકાર તરફ થી 5,000/- રૂપિયા ની આર્થિક સહાય મળે છે.જેના માટે જેની મરણોત્તર વિધિ કરવાની હોઈ તેના પરિવાર માંથી એક સભ્ય એ આ સહાય માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : JIO એ કર્યો ઓફર્સનો વરસાદ, જાણો કેટલો થશે ફાયદો

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  1. મૃત્યુ પામેલ વ્યક્તિ નું આધારકાર્ડ
  2. મૃત્યુ થયેલ વ્યકિત નું મરણ નું પ્રમાણપત્ર
  3. મૃત્યુ પામેલી વ્યક્તિનું રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  4. મૃત્યુ પામનાર વ્યક્તિ નાં પરિવાર નાં સભ્ય (એટલે કે અરજી કરનાર) નું આધાર કાર્ડ
  5. મૃત્યુ પામનાર વ્યક્તિ નાં પરિવાર નાં સભ્ય (એટલે કે અરજી કરનાર) નું રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  6. અરજદાર નું વાર્ષિક આવક મર્યાદા નો દાખલો
  7. અરજદાર ની બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ
  8. અરજદાર નું સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો

આ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી?

  • લાભાર્થીએ આ યોજના માટે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. પગલાં નીચે મુજબ છે.
  • સૌથી પહેલા તમારે ગૂગલ સર્ચ પર જઈને esamaj kalyan ટાઈપ કરવાનું રહેશે. પ્રથમ પેજમાં દેખાતી વેબસાઇટ પર જાઓ. જ્યાં તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા છો. ત્યારપછી તમારે નવું આઈડી અને પાસવર્ડ બનાવવો પડશે.
  • જો તમે પાસવર્ડ અને ID બનાવ્યું છે, તો હવે તમારે esamaj કલ્યાણ પોર્ટલ પર લોગિન કરવું પડશે. પાસવર્ડ અને ID દાખલ કરો અને કેપ્ચા અને લોગિન દાખલ કરો.
  • હવે લોગીન કર્યા પછી જે પેજ ખુલશે તે તમામ અનુસૂચિત જાતિ યોજનાઓ બતાવશે જેમાં તમારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મર્નોતર સહાય યોજનામાં જવું પડશે.
  • હવે આ સ્કીમ પર ક્લિક કર્યા બાદ આખી ઓનલાઈન એપ્લિકેશન ખુલશે. જેમાં કુલ 4 વિભાગમાં અરજી ભરવાની રહેશે. 1- અંગત માહિતી, 2- અરજીની વિગતો, 3- દસ્તાવેજની વિગતો અને 4- નિયમો અને શરતો. આમ આ 4 વિભાગો કાળજીપૂર્વક ભરવાના રહેશે.
  • અંગત માહિતીમાં અરજદારનું નામ, સરનામું, જાતિ અને મોબાઈલ નંબર વગેરે ભરવાના હોય છે.
  • અરજીની વિગતોમાં મૃત વ્યક્તિનું નામ, સરનામું, મૃત્યુની તારીખ, આવક મર્યાદા વગેરેનો સમાવેશ થવો જોઈએ.
આ પણ વાંચો : IPL 2023 માટે ખેલાડીઓનું લીસ્ટ જાહેર, જુઓ કોણ કઈ ટીમમાંથી રમશે?

મહત્વપૂર્ણ લીંક

અરજી ફોર્મ Click Here
સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here