સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા દ્વારા 8 પાસ માટે ભરતીની જાહેરાત

8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા તાજેતરમાં બુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર અને ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.

આ પણ વાંચો : [GSSSB] ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આવશે આટલી ભરતીઓ, અહીંથી જુઓ લિસ્ટ

પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી 2023

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા દ્વારા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 8 પાસ ઉમેદવાઓની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા
પોસ્ટનું નામબુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર , ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ)
જગ્યાની સંખ્યા31
અરજી કરવાની રીતઓફલાઈન
જોબ સ્થળવડોદરા
જોબ કેટેગરીએપ્રેન્ટિસ
છેલ્લી તારીખ20 માર્ચ 2023

પોસ્ટ

  • બુક બાઈન્ડર : 18
  • ઓફસેટ મશીન માઇન્ડર : 03
  • ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર : 02
  • ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) : 08
આ પણ વાંચો : હજુ સુધી જમા નથી થયા પીએમ કિસાનના 2000 રૂપિયા? તરત જ કોલ કરો અને મેળવો તમારા પૈસા

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડરધોરણ-૮ પાસ
ઓફસેટ મશીન માઇન્ડરએસ.એસ.સી. પાસ (ધો.10 પાસ)
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરઆઇ.ટી.આઇ. (ડી.ટી.પી. કોર્સ) પાસ
ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ)એચ.એસ.સી.પાસ (ધો.12 પાસ)

ઉમર મર્યાદા અને પગાર ધોરણ

  • નિયમો પ્રમાણે

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.

ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઇલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : ૨૦-૦૩-૨૦૨૩ સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – ૩૯૦૦૦૧ ને મળી રહે તે રીતે મોકલી આપવી.

આ પણ વાંચો : મધ્યાહન ભોજન સંસ્થાન ખેડા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ20 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here