સરગવાની ખેતી માટે સહાય યોજના : સરગવાની ખેતી કરવા સરકાર આપશે ખર્ચના 75% સહાય

સરગવાની ખેતી માટે સહાય યોજના : સરકાર દ્વારા સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના, મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના, કાચા મંડપ ટામેટા/મરચાં અને પપૈયાની ખેતી માટે સહાય યોજના અને ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે સરગવાની ખેતી માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Assistance Scheme for Sargava Cultivation in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.

આ પણ વાંચો : વલસાડ જિલ્લા સહકારી બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સરગવાની ખેતી માટે સહાય યોજના

બાગાયત વિભાગ દ્વારા અનેક યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદેશ્ય બગાયતી ખેતી કરતા ખેડૂતોને સહાય પુરી પાડવાનો છે. જેમાં Assistance Scheme for Sargava Cultivation in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. સરગવાની ખેતી માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

સરગવાની ખેતી માટે સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામસરગવાની ખેતી માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે.    
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 4૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 8500/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. 
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન

સરગવાની ખેતી માટે સહાય યોજનાનો ઉદેશ્ય

ગુજરાતના ખેડૂતોને સરગવાની વાવેતર તરફ અગ્રેસર કરવા આ યોજના ચલાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે.

આ પણ વાંચો : [JAU] જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવી SRF તથા અન્ય જગ્યાઓ માટે ભરતી

આ યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 6૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 12,750/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.  
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 6૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 12,750/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.  
સામાન્ય જાતિના ખેડૂતો માટેખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 4૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 8500/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. 

યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

I khedut Portal પર ચાલતી સરગવાની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

 • ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
 • આધારકાર્ડની નકલ (Aadhar Card)
 • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
 • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • મોબાઈલ નંબર

યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

સરગવાની ખેતી માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

આ પણ વાંચો : સુગર ફેક્ટરી બારડોલીમાં આવી વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત
 • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
 • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
 • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-95 સરગવાની ખેતીમાં સહાય પર ક્લિક કરવું.
 • જેમાં સરગવાની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
 • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
 • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here
--ADVERTISEMENT--

Leave a Comment