સખત મોઘવારી વચ્ચે Parle-G બિસ્કીટના ભાવમાં ઘટાડો, લોકોએ કર્યા વખાણ

Parle-G: દેશમાં વસ્તુઓ મોંઘી થઈ રહી છે, ત્યારે પાર્લે-જી (Parle-G) બિસ્કિટના ભાવમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. બિસ્કિટ (Biscuit)ની કિંમત ઘટાડવાની સાથે કંપની પેકેટનું વજન પણ વધારી શકે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે જો કંપની આવું કરશે તો સામાન્ય નાગરિકને મોટી રાહત થશે.

ભાવમાં કેટલો થયો ઘટાડો

ઉદ્યોગના જાણકારોના મતે છેલ્લા બે વર્ષથી બિસ્કિટના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હવે રોજબરોજની વસ્તુઓના ભાવમાં ઘટાડો થઈ શકે છે. પારલે-જી કંપનીના સિનિયર કેટેગરી હેડ મયક શાહનું કહેવું છે કે જો વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહેશે તો આવનારા સમયમાં બિસ્કિટના ભાવમાં 10થી 20 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

શા માટે ઘટાડ્યા Parle-G ના ભાવ

જ્યારે શાહને પૂછવામાં આવ્યું કે વધતી જતી મોંઘવારી વચ્ચે કંપની શા માટે કિંમતો વધારવાનું વિચારી રહી છે? આ અંગે તેમણે કહ્યું કે હવે ધીમે ધીમે કૃષિ પેદાશોના ભાવ નીચે આવી રહ્યા છે. ઘઉંના ભાવ પણ નીચે આવી રહ્યા છે. આ સાથે જ પામ ઓઈલના ભાવ પણ નીચે આવવા લાગ્યા છે. આ જ કારણ છે કે કંપની પોતાના બિસ્કિટની કિંમત ઘટાડવાનું વિચારી રહી છે.

ભાવ ઘટવાથી કંપનીને કેટલું થશે નુકશાન

પહેલા કિંમતો વધારવા અંગે શાહે કહ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી કંપનીઓ પાસે ભાવ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. કોવિડને કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ હતી, જે કિંમતોમાં વધારાનું મુખ્ય કારણ બની હતી. તેની અસર વેચાણ પર પણ જોવા મળી હતી. ઘણી કંપનીઓને થોડું નુકસાન પણ સહન કરવું પડ્યું હતું, પરંતુ હવે માર્જિનમાં સુધારો થયો છે. જો હવે કંપનીની કિંમતમાં ઘટાડો થશે તો તેને કોઈ નુકસાન સહન કરવું પડશે નહીં.

ગઈ સાલ કંપની એ કર્યો હતો ભાવમાં વધારો

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ખાદ્ય અગ્રણી પારલે પ્રોડક્ટ્સે ઉત્પાદન ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને તેની તમામ શ્રેણીના ઉત્પાદનોના ભાવમાં પાંચથી 10 ટકાનો વધારો કર્યો હતો. કંપનીએ રસ્ક અને કેક જેવી પ્રોટક્ટમાં ભાવમાં અનુક્રમે 5-10 ટકા અને 7-8 ટકાનો વધારો કર્યો હતો. તેનું સૌથી લોકપ્રિય ગ્લુકોઝ બિસ્કિટ, પારલે જી પણ તે સમયે 6-7 ટકા મોંઘું હતું.

Leave a Comment