રાજકોટ મહાનગરપાલિકા દ્વારા MPHW ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

RMC MPHW ભરતી 2023 : ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ UPHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગઢડા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

RMC MPHW ભરતી 2023

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર MPHW ની 117 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

RMC MPHW ભરતી 2023 – હાઈલાઈટ્સ

જાહેરાત ક્રમાંકRMC/2022/133
પોસ્ટ ટાઈટલRMC MPHW ભરતી 2023
પોસ્ટ નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
કુલ જગ્યા117
સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
અરજી છેલ્લી તારીખ06-02-2023
સત્તાવાર વેબસાઈટrmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

જગ્યાનું નામકુલ જગ્યા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર117

શૈક્ષણિક લાયકાત

  • એચ.એસ.સી. પરીક્ષા પાસ અને
  • સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
  • સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને
  • ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • કોમ્પ્યુટર જ્ઞાન
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઉછાળ, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ

ઉમર મર્યાદા

  • 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તા. 29-092022ના ઠરાવ મુજબ)
  • વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.

પગાર ધોરણ

  • પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ. 19,950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ 2 સ્કેલ 19,900-63,200માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

અરજી ફી

  • બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250/- માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો

અરજી કઈ રીતે કરવી?

તા. 25-022022ના રોજ પ્રસિદ્ધ થયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેથી આ જાહેરાત અન્વયે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને નિયત ફી ઓનલાઈન માધ્યમની ભરપાઈ કરવાની રહેશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ પાંચ રાશીવાળા વ્યક્તિઓને થશે ફાયદો, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 06.02.2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here