પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, પગાર 19,900 થી શરૂ

પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગાંધીનગરમાં ક્લાર્કની સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ભરતી 2023

માહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામમાહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઈટ https://www.inflibnet.ac.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ માહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ગાંધીનગર દ્વારા પર્સનલ સેક્રેટરી તથા ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
પર્સનલ સેક્રેટરીકોઈપણ સ્નાતક
ક્લાર્ક કમ ટાઈપિસ્ટ12 પાસ અથવા તેની સમકક્ષ

ઉમર મર્યાદા

  • ઇન્ફોરમેશન એન્ડ લાઇબ્રરી નેટવર્ક સેન્ટર ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા પર્સનલ સેક્રેટરી માટે 35 વર્ષ અને ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
પર્સનલ સેક્રેટરીરૂપિયા 44,900 થી 1,42,400
ક્લાર્ક કમ ટાઈપિસ્ટરૂપિયા 19,900 થી 63,200

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ફોરમેશન એન્ડ લાઇબ્રરી નેટવર્ક સેન્ટર ગાંધીનગરની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે INFLIBNET ની સત્તાવાર વેબસાઈટ વિઝીટ https://www.inflibnet.ac.in/ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Jobs” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ ફોર્મ ભરાઈ ગયા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ ફોર્મ ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી ભરતી સેલ, માહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર, સામે. NIFT, INFOCITY, ગાંધીનગર, ગુજરાત- 382007 ખાતે મોકલી દો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ30 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ20 ઓક્ટોબર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો