PM Vishwakarma Yojana 2024 | પીએમ વિશ્વકર્મા યોજના 2024,18 પ્રકાર ના કારીગરો ને રૂપિયા 3 લાખ સુધી સરકારી લોન

હાલમાં આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા લોનની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના પરંપરાગત કામના કારીગરો ને તેઓના વ્યવસાયને આગળ વધારવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. થી આવા કારીગરો તેમના વ્યવસાય નો વિકાસ કરી શકે છે.પીએમ વિશ્વકર્મા લોન મા કેટલી લોન આપવામાં આવે છે અને વ્યાજ કેટલું હોઈ છે, કોને આપવામાં આવે છે, કઈ જગ્યાએ અરજી કરવાની હોય છે, જેવી તમામ માહિતી આજે આપણે જાણીશું.દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા દેશના પરંપરાગત કારીગરો અને વ્યવસાયિકો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના પ્રધાનમંત્રી શ્રી દ્વારા નાણાકીય વર્ષ 2023-24 બજેટમાં સમાવેશ કરીને જાહેરાત કરેલ છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 13,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

પીએમ વિશ્વકર્મા લોન 2024 હાઇલાઇટ્સ

યોજના નું નામ પીએમ વિશ્વકર્મા લોન 2024
વિભાગનું નામ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય.
ઉદ્દેશ 18 પ્રકાર નાં પરંપરાગત કારીગરો નાં ધંધા વ્યવસાય નાં વિકાસ માટે
અરજી નો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://pmvishwakarma.gov.in
પીએમ વિશ્વકર્મા લોન 2024

PM Vishwakarma Yojana 2024 યોગ્યતા

  • જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું સપનું જોતા હોવ તો PM વિશ્વકર્મા યોજના તમારું પ્રવેશદ્વાર છે. આ યોજના પ્રારંભિક રૂ. 1 લાખ ઓફર કરે છે, ત્યારબાદ તમારા સાહસોને વિસ્તારવા માટે વધારાના રૂ. 2 લાખ.
  • સુથારો, લુહાર, સુવર્ણકારો, હોડી બનાવનારાઓ અને વધુ – 18 વિશિષ્ટ વેપારોને સમાવિષ્ટ આ યોજનાનો લાભ મેળવો. વાળંદ, દરજી, શિલ્પકારો અને વિવિધ કારીગરો આ સમાવિષ્ટ પહેલ હેઠળ સમર્થન મેળવે છે.

PM Vishwakarma Yojana 2024 માં મળતી સુવિધાઓ

  • આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા શ્રમ સમ્માન યોજના 2024 હેઠળરોજગાર આપવા માટે નવી સુવર્ણ તકો પ્રદાન કરવામાં આવશે.
  • આ યોજના હેઠળ સમાજ અને પરંપરાગતના કારીગરોને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે.
  • આ યોજના હેઠળ તમામને રોજગાર આપવા માટે નવી સુવર્ણ તકો પ્રદાન કરવામાં આવશે.
  • સામાન્ય બજેટ 2023 માં પ્રથમ વખત ભારત સરકાર દ્વારા દેશના કરોડો કારીગરો અને કામદારો માટે એક પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું.
  • આ પોઇકેજને ટૂંકમાં PM – VIKAS કહેવામાં આવે છે.
  • આ યોજના હેઠળ કારીગરો અને કામદરોને સમયાંતરે સુવર્ણ રોજગારની તકો આપવામાં આવશે જેથી તેઓ પોતાને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
  • આ યોજના હેઠળ દેશના તે લોકોને જ સહાય આપવામાં આવશે જેઓ પરંપરાગત કારીગરો અને કામદારો જેવા કે સુથાર, સુવર્ણકાર, શિલ્પકાર, લુહાર અને કુંભાર છે.
  • આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે.
  • આ યોજના હેઠળ શરૂઆતમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી લાભાર્થી 2 લાખ રૂપિયાની વધારાની લોન માટે યોગ્ય બનશે.
  • આ યોજનામા વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે.
  • આ યોજનામાં તાલીમ લઈ રહેલા કારીગરોને અડધી વેતનની સમકક્ષ નાણાકીય સહાયની જોગવાઈનો સમાવેશ થાય છે.
  • આ યોજનામાં દરેક લાભાર્થીને 500 રૂપિયાના દૈનિક ભથ્થા આપવામાં આવશે તેમની સાથે 5 દિવસ માટે સ્કીલ ટ્રેઇનિંગ આપવામાં આવશે.
  • આ યોજનામાં દરેક લાભાર્થીની ઓળખ ત્રણ-સ્તરીય રીતે કરવામાં આવશે.

PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • પાન કાર્ડ
  • ઓળખપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર
  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ કોને મળશે

1 સુથાર/કારપેન્ટર
2 નાવ બનાવનાર
3 ઓજારો બનાવનાર
4 લોખંડ કામ કરનાર
5 ટોકર/ચટાઈ/ઝાડું બનાવનાર
6 કેચર વણકર
7 ઢીંગલી અને રમકડાં બનાવનાર (પરંપરાત)
8 ધોબીકામ કરનાર
9 કુંભાર
10 દરજીકામ કરના
11 પગરખા બનાવનાર મોચી
12 હથોડા અને ટુલકીટ બનાવનાર
13 તાળા બનાવનાર
14 મૂર્તિકાર, પથ્થરની કોતરણી કરનાર, પથ્થર તોડનાર
15 રાજમિસ્ત્રી
16 વાળંદ
17 માલાકાર
18 માછલી પકડવાની જાળ બનાવનાર

પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનામાં અરજી કરવા ઈચ્છુક કારીગર મિત્રોએ યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmvishwakarma.gov.in/ ની મુલાકાત લેવાની રહેશે જે નીચે દર્શાવ્યા મુજબ છે.
  • સત્તાવાર વેબસાઈટ ના હોમ પેજ પર લોગીન વિભાગ પર CSC-Artisans નો વિકલ્પ દેખાશે જેની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ચેક નવું પેજ ઓપન થશે જે નીચે દર્શાવ્યા મુજબનું હશે.
  • અહીં તમારે માંગેલી તમામ માહિતી દાખલ કરીને ઓથેન્ટિકેશન પર ક્લિક કરીને પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સમક્ષ રજીસ્ટ્રેશન કરવા માટેનું એક પેજ ઓપન થશે જેમાં તમારે તમારી બધી જ પર્સનલ માંગેલી વિગતો દાખલ કરવાની રહેશે. તેમજ માંગેલ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • સબમિટ બટન ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક એપ્લિકેશન નંબર જનરેટ થશે જેને સાચવી રાખવા વિનંતી.

ઉપયોગી લિન્ક

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન અહીં ક્લિક કરો
યોજનાનો હેલ્પલાઇન નંબર 18002677777 અને 17923
હોમપેજ અહીં ક્લિક કરો