પેટ્રોલ ડીઝલ થઇ શકે છે સસ્તું, આંતરરાષ્ટ્રીય માર્કેટ માં ઘટ્ય ક્રુડ ઓઇલના ભાવ

ભારતીય પેટ્રોલિયમ કંપનીઓએ આજે 17મી સપ્ટેમ્બર એટલે કે શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેલના ભાવ લાંબા સમયથી સ્થિર છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. તેમ છતાં દેશમાં વાહન ઇંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર હજુ સુધી તેની અસર પડી નથી. દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત હાલમાં 96.72 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે.

પેટ્રોલ ડીઝલ થઇ શકે છે સસ્તું

દેશમાં જ્યાં મોંઘવારીમાં દિવસેને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યાં છેલ્લા 4 મહિનાથી પેટ્રોલના ભાવ લગભગ સ્થિર છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલા તેલના ભાવ પર નજર કરીએ તો ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.

પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવાના પરિબળો

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની સત્તાવાર વેબસાઈટ મુજબ મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પર વેચાઈ રહ્યું છે.

મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયામાં ઉપલબ્ધ છે. ચંદીગઢમાં પેટ્રોલની કિંમત 96.20 રૂપિયા અને ડીઝલની કિંમત 84.26 રૂપિયા નોંધાઈ છે અને પટનામાં પેટ્રોલ 107.48 રૂપિયા અને ડીઝલ 94.36 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ SMS દ્વારા તપાસો

પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજ્ય સ્તરના કરને કારણે અલગ-અલગ રાજ્યોમાં બદલાય છે. તમે તમારા શહેરમાં દરરોજ એક SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ ‘RSP કોડ’ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. તમારા શહેરનો RSP કોડ જાણવા માટે લાઈક પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લીંક

પેટ્રોલ ડીઝલના ભાવ જાણવા માટે Click Here
HomePageClick Here

Leave a Comment