[નવા ફોર્મ] પશુ સંચાલીત વાવણીયો સહાય યોજના : સરકાર આપશે ખેડૂતોને ઓરણી ખરીદવા માટે 10,000 ની સહાય

પશુ સંચાલીત વાવણીયો સહાય યોજના : ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે. ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતી હોય છે. રાજ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો સરળતાથી ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતીની યોજનાઓ વગેરે તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી અને લાભ મેળવી શકે છે.

પશુ સંચાલીત વાવણીયો સહાય યોજના

ખેતીવાડી વિભાગ દ્વારા Pashu Sanchalit Vavaniyo નામની યોજના ચલાવવામાં આવે છે. પશુ સંચાલિત વાવણીયો સાધન સહાય પશુપાલકો તથા ખેડૂતોને આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને વાવણી કરવા માટે, ખેડાણ કરવા માટે, કે અન્ય ઉપયોગ માટે સાધનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. જેથી ખેડૂતો ઓછા ભાવે ખરીદી કરીને ખેતીમાં અવનવી પદ્ધતિનો ઉપયોગ કરી શકે. આ યોજનાનો લાભ કોણે મળે ?, કેવી રીતે મળશે? તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તેની તમામ માહિતી મેળવીશું.

પશુ સંચાલીત વાવણીયો સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામPashu Sanchalit Vavaniyo
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશ ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય
લાભાર્થીનાના, સીમાંત અને મહિલા ખેડૂતોને
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/  

વાવણીયો સહાય યોજનાનો ઉદેશ્ય

ગુજરાત રાજ્યમાં જંગલીય, પર્વતીય વિસ્તારમાં કે અન્ય કોઈપણ સ્થળો પર વસવાટ કરતા હોય અને જેઓ હાલમાં પણ પશુ સંચાલિત ખેતી કરતા હોય તેઓને સાધન સહાય આપવાનો ઉદ્દેશ છે. નાના, સીમાંત અને મહિલા ખેડૂતો જો પશુ આધારિત વાવણી કરતા હોય તો પશુ સંચાલિત વાવણીયો આપવામાં આવશે. આ સહાય યોજના પર 40 થી 50% સુધી સબસીડી આપવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • અરજદાર નાના, સીમાંત અને મહિલા ખેડૂત હોવો જોઈએ.
  • ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા, OBC, એસ.સી. એસ.ટી, જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન રેકોર્ડ અથવા ટ્રાઈબલ લેન્‍ડ કે વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
  • દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.

વાવણીયો સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

વર્ગનું નામસહાય ધોરણ
સ્કીમ- AGR 2 (FM) મહિલા, નાના અને સીમાંત ખેડૂતો માટેઆ સ્કીમમાં સમાવેશ થનાર લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે. અન્ય ખેડૂતો માટે:- કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 8,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.  
સ્કીમ- AGR 3 (FM) અનુસુચિત જન જાતિના ખેડૂતો માટે  આ ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.
સ્કીમ- AGR 4 (FM) અનુસુચિત જાતિના ખેડૂતો માટે  આ જ્ઞાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.
SMAMનાના / સિંમાંત/ મહિલા/ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

Pashu sanchalit vavaniyo સહાય યોજના ના I khedut portal પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • આધાર કાર્ડ ની નકલ
  • આઈ ખેડૂત પોર્ટલ 7,૧૨,૮ અ ની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • અનુસુચિતજાતી અનેઅનુસુચિત જન જાતી નું પ્રમાણ પત્ર (જો હોય તો)
  • જમીન ના 7/૧૨ અને ૮ અ માં સંયુક્ત ખાતેદાર કેસ માં અન્ય હિસેદાર ના સમંતિપત્રક

અરજી કઇ રીતે કરવી?

પશુ સંચાલિત વાવણીઓ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈનઅરજી કરી શકશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજન ઓ “ લખેલ હશે તેના પર ક્લિક કરો
  • “ખેતીવાડી ની યોજના ઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં (૧૬) ક્રમે“પશુ સંચાલિત વાવણી યો “ માં“અરજીકરો” પર ક્લિક કરો
  • ક્લિક કાર્ય બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તમારી નજીક ના તાલુકા કચેરી એ જરૂરી ડોક્યુમેન્ટ ની સાથે જમા કરવાના રહશે

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Scroll to Top