સરકારે કર્યો PAN-Aadhaar લિંક કરવાની સમય મર્યાદામાં વધારો, જાણો હવે છેલ્લી તારીખ કઈ છે?

Gujarat police Bharti 2023

PAN-Aadhaar Link : કેન્દ્ર સરકારે PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. હવે કરદાતાઓ 30 જૂન 2023 સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી શકશે. ટૂંક સમયમાં સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડશે. આધાર-PAN લિંક કરવાની સમયમર્યાદા ભૂતકાળમાં ઘણી વખત લંબાવવામાં આવી છે. 31 માર્ચ, 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. 1 એપ્રિલ, 2022 થી 500 રૂપિયાની ફી લાદવામાં આવી હતી અને 1 જુલાઈ, 2022 થી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ ઉપર મહાદેવ કરશે કૃપા, જાણો તમારું ભવિષ્ય

PAN-Aadhaar Link જો પાન કાર્ડ નિષ્ક્રિય છે, તો આવા લોકોને મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાન કાર્ડનો ઉપયોગ ક્યાંય પણ દસ્તાવેજ તરીકે કરો છો તો ભારે દંડ થઈ શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272B હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

પોસ્ટ નામPAN-Aadhaar Linking Last Date Extended
ડીપાર્ટમેન્ટઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ – ભારત સરકાર
સુવિધાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટwww.incometax.gov.in

10000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ

જો પાન કાર્ડ નિષ્ક્રિય છે, તો આવા લોકોને મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાન કાર્ડનો ઉપયોગ ક્યાંય પણ દસ્તાવેજ તરીકે કરો છો તો ભારે દંડ થઈ શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272B હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

30 જૂન સુધી આધાર પાન કરી શકાશે લિન્ક

કેન્દ્ર સરકારે આધાર-પાન લિન્કિંગ માટે મોટી રાહત આપી છે. સરકારે આધાર-પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ને 3 મહિના લંબાવીને 30 જુન 2023 કરી નાખી છે. માત્ર 3 દિવસ લીંક માટે બાકી હતા જેથી લોકોને દોડ ધામ ન થાય એ માટે આ નિર્ણય લેવાયો એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Read Along App by Google : હવે તમારા બાળકોને વાંચતાં શીખવાડો ગૂગલ વડે

જાણો શું છે આધાર પાન લિન્ક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

  • ઈન્કમ ટેક્સનું e-filing પોર્ટલ ખોલો. અહીં લિંક છે- https://incometaxindiaefiling.gov.in/
  • જો પહેલાથી રજિસ્ટર્ડ નથી તો નોંધણી કરો. તમારો પાન નંબર (Permanent Account Number) તમારું ID હશે.
  • હવે તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગિન કરો.
  • એક પોપ અપ વિન્ડો દેખાશે, જેના પર તમને PAN ને આધાર સાથે લિંક કરવા માટે કહેવામાં આવશે. જો તે ન આવે તો ‘પ્રોફાઈલ સેટિંગ્સ’માં જઈને ‘લિંક આધાર’ પર ક્લિક કરો.
  • હવે પાન પર દાખલ કરેલ જન્મ તારીખ અને લિંગની વિગતો અહીં પહેલેથી જ દેખાશે.
  • હવે આ વિગતોને તમારી આધાર વિગતો સાથે મેચ કરો. જો આ વિગતો બંને દસ્તાવેજોમાં મેળ ખાતી નથી, તો તમારે જે ખોટું છે તેને સુધારવું પડશે.
  • જો વિગતો મેળ ખાતી હોય, તો તમારો આધાર નંબર દાખલ કરો અને “હવે લિંક કરો” બટન પર ક્લિક કરો.
  • એક પોપ-અપ મેસેજ દેખાશે, જે તમને જણાવશે કે તમારું PAN આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે.
  • તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવા માટે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.
આ પણ વાંચો : E Samaj Kalyan Portal Registration 2023 : ધંધા વિષયક તમામ યોજનાઓનો લાભ મેળવો આ પોર્ટલ દ્વારા

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here