MDM Navsari, MDM નવસારી ભરતી 2023: મધ્યાહન ભોજન યોજના શાખા નવસારી દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારીત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નવસારી જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 07 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
MDM નવસારી ભરતી 2023
મધ્યાહન ભોજન યોજના નવસારી વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
MDM નવસારી ભરતી 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | MDM નવસારી ભરતી 2023 (MDM Navsari) |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર MDM તાલુકા સુપરવાઈઝર |
કુલ જગ્યા | 07 |
સ્થળ | નવસારી |
વિભાગ | મધ્યાહન ભોજન વિભાગ નવસારી |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
પોસ્ટ નામ | જગ્યા |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | 01 |
MDM તાલુકા સુપરવાઇઝર | 06 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
---|---|
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા 50% ગુણાંકન સાથે કરેલ હોવી જોઈએ. સરકાર માન્ય સંસ્થાઓમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. માન્ય યુનિવર્સીટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે. અનુભવ : ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ ફરજીયાત. ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે. આસિસ્ટન્ટ તરીકે વહીવટ કામનો અનુભવ હશે તેને અગ્રીમતા આપવમાં આવશે. મધ્યાહ્ન ભોજન યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. |
MDM તાલુકા સુપરવાઇઝર | માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમસાયન્સ / ફૂડ ન્યુટ્રીશન / સાયન્સ. ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. અનુભવ : 2 થી 3 વર્ષનો વહીવટ કામગીરીનો અનુભવ. મધ્યાહ્ન ભોજન યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. |
ઉમર મર્યાદા
- અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 58 વર્ષથી વધુ નહી.
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
---|---|
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | રૂ. 10,000/- ફિક્સ |
MDM તાલુકા સુપરવાઇઝર | રૂ. 15,000/– ફિક્સ |
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.
અરજી કઈ રીતે કરવી?
તમામ ઉમેદવારોને અરજીનો નમુનો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો https://navsari.gujarat.gov.in વેબસાઇટ પર જોવા અથવા નાયબ કલેકટરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજના, જીલ્લા સેવા સદન, ત્રીજા માળે, કાલીયાવાડી, નવસારીની કચેરીથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે.
નમુના મુજબની અરજી કરવાની સમયમર્યાદા તારીખ 27-02-2023 થી તારીખ 13-03-2023 સાંજે 18:00 કલાક સુધીમાં ઉમેદવારને તેમની અરજી સાદી ટપાલથી, રજીસ્ટર એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી.
મહત્વપૂર્ણ તારીખ
- ઇંટરવ્યૂ તારીખ : 13.03.2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
1 thought on “[MDM] મધ્યાહન ભોજન સંસ્થાન નવસારી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”