ખેડૂતો માટે નુકશાની સહાય પેકેજ જાહેર : 2023 માં માવઠાથી થયેલ નુક્શાનનું મળશે વળતર

Advertisements

ખેડૂતો માટે નુકશાની સહાય પેકેજ જાહેર : રાજ્ય સરકારે દ્વારા કમોસમી વરસાદથી પાક નુકશાનની અંગે સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે. જેમાં 13 જીલ્લાના 48 તાલુકા માટે રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરી છે. અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યાર સુધીની સૌથી વધુ સહાય.

ખેડૂતો માટે નુકશાની સહાય પેકેજ જાહેર

માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂપિયા 13,000 ઉપરાંત વધારાની રૂપિયા 9,500 સહાય સાથે કુલ રૂપિયા 23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂપિયા 18,000 ઉપરાંત વધારાની રૂપિયા 12,600 સહાય સાથે કુલ રૂપિયા 30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : આજે ભાવોમાં થયો મોટો વધારો, જાણૉ આજના તાજા ભાવ

CMO દ્વારા કરાયું પેકેજ જાહેર

ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળ કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપવા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જુનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જીલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

કયા પાકોને કેટલી મળશે સહાય?

ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયા વગેરે જેવી ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂપિયા 13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂપિયા 9,500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટર મર્યાદામાં સહાય ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂપિયા 18,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂપિયા 12,600 પ્રતિ હેક્ટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતામાંથી મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે.

માવઠાથી થયેલ નુક્શાનને આટલી મળશે સહાય

જેe કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચુકવવાપાત્ર રકમ રૂ. 4000 કરતા ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂપિયા 4000ની સહાય ચુકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચુકવવામાં આવશે.

આ પણ વાંચો : મફત ઘરઘંટી સહાય યોજના 2023 : ગુજરાતની જનતાને મળશે મફતમાં ઘરઘંટી

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમુના નંબર 8 અ, તલાટીનો વાવેતરનો દાખલો / ગામ નમુના નંબર 7-12 સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સહાય પેકેજ પરિપત્રClick Here
યોજનામાં અરજી કરવાની લિન્કClick Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top