માઈ રમાબાઈ સાતફેરા સમુહલગ્ન યોજના : સમુહ લગ્ન મા ભાગ લેનાર યુગલોને 12,000/- રૂપિયા

પ્રિય વાચક મિત્રો નમસ્કાર, જો આપ સમૂહ લગ્ન સહાય યોજના ની વિગતવાર માહિતી મેળવવા અને આ યોજનાને સમજવા માટે આવ્યા હોય તો આપ એકદમ સાચી અને સચોટ વેબસાઈટ ઉપર આવ્યા છો અહીંયા તમને Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana 2022 વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.

પ્રિય લાભાર્થી મિત્રો આજે માઈ રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની ની માહિતી વાંચ્યા બાદ આપને આ યોજના વિશે તમામ માહિતી મળી જશે જેમ કે અરજી ક્યાં કરવી, ડોક્યુમેન્ટ કયા કયા જોડવા, અને લાભ કેટલો મળશે અને કઈ રીતે મળશે. આ આજના આર્ટીકલ વાંચ્યા બાદ આપને આ યોજના વિશે તમામ માહિતી મળી જશે જે તમને અમે ખાતરી આપીએ છીએ.તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 : ફ્રી માં મળશે ગેસ કનેક્શન અને સાથે 1600 રૂપિયા સબસીડી

માઈ રમાબાઈ સાતફેરા સમુહલગ્ન યોજના

ગુજરાત રાજ્ય ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા આ યોજના અમલ મા છે અને તેના દ્વારા આ યોજના રાજ્ય નાં દરેક જિલ્લા માં ચલાવવા માં આવે છે.આ યોજના નો મુખ્ય હેતુ એ છે કે લગ્ન જેવી સામાજિક બાબતો માં લોકો એકબીજા ની દેખા દેખી માં ખુબજ મોટા પ્રમાણ માં લગ્ન પ્રસંગો મા ખર્ચો કરી નાખે છે.અને જો તેઓ પાસે પૈસા ન હોઈ તો દેવું કરી ને પણ ખર્ચો કરી નાખે છે.અને ત્યાર બાદ આર્થિક મુશ્કેલી વેઠે છે.

ટૂંકમાં લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો આવા વધારાના ખર્ચાના આર્થિક ભારણમાંથી બચી શકાય છે. અને કન્યા અને વરના માબાપ ને પણ આર્થિક રીતે સરળતા રહે છે. માટે આવા હેતુથી ગુજરાત રાજ્યમાં આ યોજનાનો અમલ થયેલ છે.

માઈ રમાબાઈ સાતફેરા સમુહલગ્ન યોજના – હાઈલાઈટ્સ

યોજના નું નામમાઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત
સહાયસમુહ લગ્ન મા ભાગ લેનાર યુગલોને 12,000/- રૂપિયા એક કન્યા દિઠ આપવામાં આવે છે
આયોજક કરતી સંસ્થાને યુગલ દીઠ 3,000/- રૂપિયા લેખે વધુ માં વધુ 75,000/- હજાર રૂપિયા મર્યાદામાં આ સંસ્થાને આ પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશસમાજ માં લોકો સમુહ લગ્ન તરફ વાલે અને વધારા નાં દેખા દેખી નાં ખર્ચ માથી બચી શકાય
લાભાર્થીગુજરાત રાજ્ય નાં અનુસૂચિત જાતિના સમુહ લગ્ન કરતાં યુવક અને યુવતીઓ
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કwww.esamajkalyan.gujarat.gov.in

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

આ યોજના ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના યુવકો અને યુવતીઓ ને લગ્ન સમયે તેમને આ યોજના નો લાભ આપવામાં આવે છે.જેના થી તેમના મા બાપને આર્થિક બાબતે બોજો ન પડે.

વઘુ માં રાજ્યના સાત ફેરા સમુહ લગ્ન મા ભાગ લેનાર યુગલોને 12,000/- રૂપિયા એક કન્યા દિઠ આપવામાં આવે છે.અને આયોજક કરતી સંસ્થાને યુગલ દીઠ 3,000/- રૂપિયા લેખે વધુ માં વધુ 75,000/- હજાર રૂપિયા મર્યાદામાં આ સંસ્થાને આ પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

આ યોજના રચના SC વર્ગના સમૂહ લગ્ન કરતા યુગલોને આપવામાં આવે છે. જેની પાત્રતા નીચે મુજબની છે.

આ પણ વાંચો : [NEW] ગુજરાત દુકાન સહાય યોજના : નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના
  • લાભાર્થી યુગલ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • આ યોજના ફક્ત અને ફક્ત અનુસૂચિત જાતિના યુગલોને જ આપવામાં આવે છે.
  • લગ્ન સમયે યુવતી ની ઉંમર 18 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ.
  • લગ્ન સમયે યુવક ની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ સમુહ લગ્ન કરતા યુગલોને જ આપવામાં આવશે.
  • સાથ ફેરા સમૂહ લગ્ન યોજના નો લાભ મેળવતા યુગલો કુંવરબાઇ નુ મામેરૂ યોજના નો લાભ પણ મેળવી શકે છે.
  • સમુહ લગ્ન મા ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

સાત ફેરા સમુહ લગ્ન યોજનાની આવક મર્યાદા

સમૂહ લગ્ન કરતા યુગલ મિત્રોને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની આવક મર્યાદા હોવી ખૂબ જ જરૂરી છે.

  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- જોવી જોઈએ.
  • શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- જોવી જોઈએ.

સાતફેરા સમુહલગ્ન યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

જેતે જિલ્લા ના નાયબ નિયામક/જિલ્લા સ.અ (અનુસૂચિત જાતિ) ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર

આ પણ વાંચો : ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા @ parivahan.gov.in
  • જે સંસ્થા સમુહ લગ્ન નું આયોજન કરે છે તેનું નોંધણી અંગે નું પ્રમાણપત્ર
  • સમુહ લગ્ન ની આમંત્રણ પત્રિકા અથવા કંકોત્રી
  • સંસ્થા નાં બેન્ક ખાતા ની પાસબુક ની નકલ
  • લાભાર્થી નાં લગ્ન ની લગ્ન કંકોત્રી
  • સમુહ લગ્ન મા આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર
  • યુગલો નું આધારકાર્ડ ની નકલ
  • યુગલ નો જાતિ નો દાખલો
  • કન્યા નાં પિતા નો વાર્ષિક આવક નો દાખલો
  • લગ્ન કરતાં યુવક/યુવતી નુ જન્મ તારીખ નો દાખલો/શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/સરકારી તબીબી પ્રમાણપત્ર ( કોઇપણ એક પુરાવો)

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here