PM મહિલા સ્વાવલંબન યોજના 2023 : મહિલાઓને મળશે નવો ધંધો શરૂ કરવા માટે સહાય

Gujarat police Bharti 2023

PM મહિલા સ્વાવલંબન યોજના 2023 : ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે ચલાવવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 દરમિયાન વિશ્વ સ્તરીય મહિલાઓની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો. જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં 1981માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. Gujarat Women Economic Development Corporation Ltd. દ્વારા મહિલાઓ માટે લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા Women Empowerment Schemes અને સરકારી લોન યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

PM મહિલા સ્વાવલંબન યોજના 2023

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana 2023, મહિલાઓની જાગૃતિ શિબિર તથા સેમિનારનું આયોજન કરી, મહિલાઓ સાથે વિચાર-વિમર્શ કરી તેમના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરી તાલીમ તથા સ્વરોજગારને લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવી. જેથી મહિલાઓ આવી સરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે.

PM મહિલા સ્વાવલંબન યોજના 2023 – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામમહિલા સ્વાવલંબન યોજના
આ યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે?ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ
કોણે મળે?જે મહિલાઓ નવો વ્યવસાય કરવા માંગતી હોય એમને મળવાપાત્ર થશે
લોનની રકમરૂપિયા 2,00,000/- સુધી
અધિકૃત વેબસાઈટhttps://mela.gwedc.gov.in/
હેલ્પલાઈન નંબર079-232 30 713

મહિલા સ્વાવલંબન યોજનાનો ઉદેશ્ય

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ નામે મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જેમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન થાય તેની જોગવાઈઓ કરે છે. તેના માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ Sarkari Yojana નો લાભ તે ઉદ્દેશ છે.

આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 4 પાસ ઉપર ભરતીની જાહેરાત

Mahila Yojana Gujarat હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.

યોજનાનો લાભ લેવા માટે મહિલાની પાત્રતા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ Scheme for women નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
  • મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.

આ યોજના હેઠળ આવતા ધંધાઓની યાદી

ક્રમઉદ્યોગના વિભાગનું નામકુલ ઉદ્યોગની સંખ્યા
1એન્‍જીનિયરીંગ ઉદ્યોગ44
2કેમીકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ37
3ટેક્ષટાઈલ ઉદ્યોગ29
4પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ11
5ખેત પેદાશ આધારિત ઉદ્યોગ9
6પ્લાસ્ટિક ઉદ્યોગ21
7ફરસાણ ઉદ્યોગ20
8હસ્તકલા ઉદ્યોગ16
9જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ11
10ખનીજ આધારિ ઉદ્યોગ07
11ડેરી આધારિત ઉદ્યોગ02
12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ06
13ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ06
14ચર્મોઉદ્યોગ05
15અન્ય ઉદ્યોગ17
16સેવા પ્રકારનાં વ્યવસાય42
17વેપાર પ્રકારનાં ધંધાઓ24
 કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા307

મહિલા સ્વાવલંબન યોજના માટે આધાર પુરાવા

મહિલાઓ માટેની આ Government Yojana નો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો : SBI WhatsApp Banking Service : હવે સ્ટેટ બેન્ક ને લગતા તમામ કામ કરો તમારા WhatsApp દ્વારા
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • આવકનોદાખલો
  • જાતિનોદાખલો
  • ઉંમરઅંગેનોદાખલો
  • મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
  • ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here