તમારા એકાઉન્ટમાં LPG સબસિડીની રકમ જમા થી કે નહીં ? આ રીતે ઘરે બેઠા ચેક કરો

કેન્દ્ર સરકારે વર્ષ 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ગરીબ લોકોને મફત એલપીજી કનેક્શન આપે છે. ખાસ વાત એ છે કે આ કનેક્શન માત્ર મહિલાઓના નામે જ આપવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 9.60 કરોડ એલપીજી કનેક્શન આપ્યા છે.

ઉજ્જવલા યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ગરીબી રેખા હેઠળના પરિવારોને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપે છે. હાલમાં સરકાર એલપીજી સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી આપી રહી છે. એટલે કે સરકાર આ યોજનાના લાભાર્થીઓને માત્ર 600 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી રહી છે. જો તમે આ યોજનાના લાભાર્થી છો અને તમે એ જાણતા નથી કે સબસિડીની રકમ તમારા ખાતામાં જમા થઈ રહી છે કે નહીં, તો તમે આ રીતે તમે તપાસ કરી શકો છો.

LPG ગેસ સબસિડી 2024 હાઈલાઈટ્સ

યોજનાનું નામ LPG ગેસ સબસિડી ચેક 2024
લોન્ચ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા
લાભાર્થી તમામ પાત્ર મહિલાઓ
રાજ્ય તમામ રાજ્યોમાં લાગુ
અધિકૃત વેબસાઈટClick Here
LPG ગેસ સબસિડી ચેક 2024

આ રીતે નક્કી થાય એલપીજી સિલિન્ડરના ભાવ

એલપીજી સિલિન્ડરના ભાવ સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક રેટ અને વિદેશી ચલણના વિનિમય દર અનુસાર નક્કી થાય છે. આ કારણોસર, એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે. કરવેરાના નિયમો અનુસાર એલપીજી પરના ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ની ગણતરી બળતણના બજાર ભાવ પર કરવામાં આવે છે.

સબસિડી ન મળવાનું મુખ્ય કારણ

સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID ને એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવાનું હોય છે. આ માટે, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

LPG Gas Subsidy કેવી રીતે ચેક કરવી?

  • સૌ પ્રથમ www.mylpg.in ખોલો.
  • હવે તમે સ્ક્રીનની જમણી બાજુએ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરનો ફોટો દેખાશે.
  • અહીં તમે તમારા સર્વિસ પ્રોવાઈડરના ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો.
  • આ પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરની હશે.
  • હવે ઉપર જમણી બાજુએ સાઇન-ઇન અને ન્યૂ યુઝર વિકલ્પ પર ટેપ કરો.
  • જો તમે પહેલાથી જ તમારી આઈડી અહીં બનાવી છે, તો સાઈન-ઈન કરો. જો તમારી પાસે ID નથી, તો તમે ન્યૂ યુઝર પર ટેપ કરીને વેબસાઈટ પર લોગીન કરી શકો છો.
  • હવે તમારી સામે એક વિન્ડો ખુલશે, જમણી બાજુએ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરો.
  • અહીં તમને માહિતી મળશે કે તમને કયા સિલિન્ડર અને ક્યારે સબસિડી આપવામાં આવી છે.
  • આ સાથે, જો તમે ગેસ બુક કરાવ્યો છે અને તમને સબસિડીના પૈસા મળ્યા નથી, તો તમે ફીડબેક બટન પર ક્લિક કરી શકો છો.
  • ઉપરાંત, તમે સબસિડીના પૈસા ન મળવાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.
  • આ સિવાય તમે આ ટોલ ફ્રી નંબર 18002333555 પર ફોન કરીને ફ્રીમાં ફરિયાદ નોંધાવી શકો છો.

એલપીજી સબસિડી માટે યોગ્યતા

રાજ્યોમાં એલપીજી પર સબસિડીના અલગ અલગ નિયમો છે જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે તેઓને સબસિડી મળતી નથી. 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પતિ અને પત્ની બંન્નેની કમાણીને જોડીને ગણવામાં આવે છે.

એલપીજી સબસિડી ઉપયોગી લિંક

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરવા અહિં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો