કાચા મંડપ સહાય યોજના 2023 : યોજના અંતર્ગત શાકભાજીની ખેતી માટે મળશે કુલ ખર્ચના 50%ની સહાય

કાચા મંડપ સહાય યોજના 2023 : ગુજરાત રાજ્યમાં, ખેડૂતો સક્રિયપણે વિવિધ પાકોની ખેતીમાં રોકાયેલા છે, જેમાં શાકભાજીની ખેતી પર નોંધપાત્ર ધ્યાન આપવામાં આવે છે. શાકભાજીના પાકોમાં, ટામેટા, માચા અને અન્ય વેલાવાળી શાકભાજી અગ્રણી સ્થાન ધરાવે છે. આવા વેલાવાળા શાકભાજીના વિકાસ અને ટકાઉપણાને ટેકો આપવા માટે, ખેડૂતો વાંસ અથવા ઝાડની ડાળીઓનો ઉપયોગ કરીને મંડપમ જેવી રચનાઓ બનાવે છે.

આ પણ વાંચો : [SDAU] સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા ભરતીની જાહેરાત

કાચા મંડપ સહાય યોજના 2023

આજે આપડે કાચા મંડપ સહાય યોજના વિષે વાત કરીશું. Kacha Mandap Sahay Yojana 2023 આપણા ગુજરાત રાજ્યમાં અન્ય પાકોની સાથે સાથે ખેડૂતો શાકભાજીના પાકોનું પણ વાવેતર ખુબ જ મોટા પ્રમાણમાં કરતા હોઈ છે. આ પાકોમાં ખાસ કરીને ટામેટા, મચા અને અન્ય વેલાવાળા શાકભાજીનું વાવેતર કરતા હોય છે. આવા વેલાવાળા શાકભાજીને સ્થિર ટકાવી રાખવા માટે મંડપ જેવી રચના કરવામાં આવતી હોય છે. આ મંડપની રચના કરવા માટે વાંસનો અથવા અને વૃક્ષની ડાળીઓ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

કાચા મંડપ સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનુ નામકાચા મંડપ સહાય યોજના
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશખેડૂતોને શાકભાજી પાકો વાવવા માટે પ્રોત્સાહન મળી શકે.
લાભાર્થીગુજરાત રાજ્યનો ખેડૂત
સહાયની રકમઆ યોજના હેઠળ અનુ સૂચિત જાતી/જન-જાતીના ખેડૂતોને ૭૫% મુજબ મહતમ ૩૯,૦૦૦/હેક્ટર, સામાન્ય જનરલ વર્ગમાં આવતા ખેડૂતોને ૫૦% મુજબ મહતમ રૂ. ૨૬,૦૦૦/હેક્ટર મળશે., દેવીપુજક લાભાર્થીને ખર્ચના ૯૦% મુજબ મહતમ રૂ. ૪૬,૮૦૦/હેક્ટર ની મર્યાદામાં સહાય મળશે.
સત્તાવાર સાઈટhttps://ikhedut.gujarat.gov.in/

કાચા મંડપ સહાય યોજનાનો ઉદેશ્ય

ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીની કાચા મંડપ દ્વાર ખેતી કરતાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ કાચા મંડપ દ્વારા ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીની ખેતી કરતાં ખેડૂતને સહાય પૂરી પાડવાનો છે.

આ પણ વાંચો : [BMC-OJAS] ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આ યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત વધુમાં વધુ 3 વખત લઈ શકશે.
  • ખેડૂતે કાચા મંડપ માટે લાકડા અથવા વાંસના ટેકા પ્રતી હેક્ટર 16૦૦ નંગનો ઉપયોગ કરવાનો રહેશે.
  • ખેડૂતે 1218 ગેજનો પ્રતી હેક્ટર 4૦૦ કિ.ગ્રા GI વાયરનો ઉપયોગ કરવાનો રહેશે.
  • ખેડૂતે અર્ધ પાકા મંડપ માટે અંદાજીત 2.50 x 2.50 મીટર અંતર રાખવું પડશે.
  • શાકભાજી પાકોના કાચા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1.00 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) ફરજીયાત અપનાવવાની રહેશે.
  • ખેડૂતને એક ખાતા દીઠ વધુમાં વધુ 2.0 હેક્ટર ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

કાચા મંડપ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 52,000 માં અનુ. જાતિના ખેડુતને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 52,000 માં અનુ. જન જાતિના ખેડુતને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 52,000 માં સામાન્ય ખેડુતને ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 26,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ. 52,000 માં દેવીપૂજક ખેડુતને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ રૂ. 46,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • 7 – 12 અને 8 એનો પુરાવો
  • બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ
  • અનુસૂચિત જાતિ/જન-જાતિના ન હોય તેવા ખેડૂતો માટેનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત સરકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો વિગતો

અરજી કઈ રીતે કરવી?

કાચા મંડપ ટામેટા,મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ સબસીડી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.

આ પણ વાંચો : [BARC] ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા 4347 જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત
  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓલખેલ હશે તેના પર ક્લિક કરો.
  • “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “કાચા મંડપ ટામેટા/મરચા અને અન્ય શાકભાજી ટ્રેલીઝ” માં “અરજી કરો” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here