જુનિયર ક્લાર્કની પરીક્ષા ને લઈને મોટા સમાચાર, એપ્રિલ મહિનામાં લેવાશે ફરી પરીક્ષા

જુનિયર ક્લાર્ક પરીક્ષા : હસમુખ પટેલ સાહેબ શ્રી દ્વારા GPSSBનો ચાર્જ સાંભળ્યા બાદ જાહેર કર્યું છે કે જુનિયર કલાર્કની રદ થયેલ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. અગાઉં 29 જાન્યુઆરીના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવોમાં આજે થયો આજે વધારો, જાણો તમારા શહેરના આજના ભાવ

જુનિયર ક્લાર્ક પરીક્ષા અપડેટ

Junior Clerk New Exam Date 2023: ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક (Junior clerk paper leak) થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. જે બાદમાં હવે IPS હસમુખ પટેલે આજે પત્રકારોને સંબોધતા એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk New Exam) લેવાનો દાવો કર્યો છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા અપડેટ – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
નવા અધ્યક્ષIPS હસમુખ પટેલ
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખએપ્રિલ મહિનામાં પરીક્ષા યોજાઈ શકે.
જુનિયર કલાર્કની કુલ જગ્યાઓ1181
જુનિયર કલાર્ક ઉમેદવારોની સંખ્યા9.53 લાખ
સત્તાવાર વેબસાઈટgpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક પરીક્ષા ને લઈને મોટા સમાચાર

સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી છે. આ દરમ્યાન હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, (Junior Clerk New Exam Date 2023) ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે, વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે.

અગાઉ રદ કરવામાં આવી હતી પરીક્ષા

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. જેથી તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. હાલ ઘણા લોકોની ધરપકડ કરીને આગળ કાર્યવાહી પણ શરૂ છે.

આ પણ વાંચો : પંચામૃત ડેરી પંચમહાલ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જુનિયર ક્લાર્ક પરીક્ષા નવી તારીખ

જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. આ વિશે હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી રીતે યોજાય તેવી છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર ટ્વિટClick Here
HomePageClick Here