[ICG] ભારતીય તટરક્ષક વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

ભારતીય તટ રક્ષક ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભારતીય તટ રક્ષક ભરતી 2023

ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આસંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભારતીય તટ રક્ષક ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામભારતીય તટ રક્ષક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://indiancoastguard.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા એન્જીન ડ્રાઈવર, નાવિક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી), મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ કરેલું હોવું જરૂરી છે. અન્ય લાયકતો માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

ઉમર મર્યાદા

  • ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
એન્જીન ડ્રાઈવરરૂપિયા 21,700 થી 69,100 સુધી
નાવિકરૂપિયા 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)રૂપિયા 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)રૂપિયા 18,000 થી 56,900 સુધી
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરરૂપિયા 19,900 થી 63,200 સુધી

પસંદગી પ્રક્રિયા

  • ભારતીય તટ રક્ષકની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ / મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી ભરવાનું રહેશે.
  • અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ નું નામ તથા તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ તમામ દસ્તાવેજો ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
    • અરજી કરવાનું સરનામું – મુખ્યમથક, કોસ્ટ ગાર્ડ રીજીયન (નોર્થ-વેસ્ટ), પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010 છે.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો