ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ટીકીટ મળી

નમસ્કાર મિત્રો છેલ્લા 1 મહિનાથી ગુજરાતમાં ચૂંટણીનો જબરદસ્ત માહોલ જામ્યો છે, આચારસંહિતા લાગતા પહેલા ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી એ ગુજરાત વિધાનસભામાં પગપેસારો કરવા જીત હાંસલ કરવા ઘણી બેઠકો કરી, તથા ઘણી સભાઓ કરી. પરંતુ 3 નવેમ્બરથી આચારસંહિતા લાગતાની સાથે જ બેઠકો બંધ થઇ ગઈ અને રપ્રચારો થતા પણ અટવાઈ ગયા છે.

પરંતું હવે ગામડે ગામડે જ્યાં જઈએ ત્યાં માત્ર એક જ ચર્ચા સાંભળવા મળે છે, આ વખતે કોને ટીકીટ મળશે. અને આ વાતોમાં ઘણીવાર બબાલ પણ થઇ જતી હોય છે. પરંતુ આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં સંભવિત ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ ગઈ છે, તો ચાલો જાણીએ તમારા વિસ્તારમાં કોને ટીકીટ મળી.

ગુજરાત વિધાનસભામાં ભાજપના ઉમેદવારોનું લીસ્ટ ગત રાત્રે જાહેર થઇ ગયું છે, ભાજપના ઉમેદવારોને મોદી રાત સુધી ટીકીટ જાહેર થાય તેવા માહોલ વચ્ચે કેટલાક ઉમેદવારોએ રાજીનામાં પણ આપ્યા છે. અને રાજીનામાં આપવા પાછળએક જ મહત્વનું કારણ દર્શાવવામાં આવ્યું છે કે તેઓ આ વર્ષે ચૂંટણી લડવા નથી માંગતા, તો ચાલો જોઈએ તમામ માહિતી આ લેખમાં.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગાંધીનગર : ભાજપની ટિકિટ ઇચ્છતા ઉમેદવારો માટે કાલની રાત કતલની રાત હતી. મોડીરાત સુધી ટિકિટ જાહેર થાય તેવા હાઉ વચ્ચે ઉમેદવારોના બદલે રાજીનામા આપનારાઓની યાદી જાહેર થઇ હતી. અનેક દિગ્ગજોના રાજીનામા પડી ગયાાટ હતા. પોતે ચૂંટણી નથી લડવા માંગતા તેવી જાહેરાત કરી દીધી હતી. તો બીજી તરફ મોડી રાત્રે ઉમેદવારોની યાદી નહી જાહેર થાય તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

જો કે બીજી તરફ જેમને પ્રતિક્ષા હતી તેવા ઉમેદવારો માટે આ કતલની રાત હતી. વહેલી સવારે યાદી જાહેર થવાની હતી. ગુજરાતના મોટા ભાગના સંભવિત ઉમેદવારો આખી રાત રાહ જોતા રહ્યા હતા. ગુજરાતમાં આ ભાજપના ઉમેદવારો માટે કતલની રાત રહી હતી.

વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોનું લીસ્ટ

બેઠક ઉમેદવાર
ઘાટલોડીયા ભુપેન્દ્ર પટેલ
થરાદ શંકર ચૌધરી
મજૂરા હર્ષ સંઘવી
અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
કાંકરેજ કિર્તીસિંહ વાઘેલા
દિયોદર કેશાજી ચૌહાણ
દસાડા પુરષોતમ પટેલ
ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર
વાવ સ્વરૂપ ઠાકોર
જસદણ કુવરજી બાવળીયા
હોમપેજ પર જાઓ અહી ક્લિક કરો
Scroll to Top