Gujarat Police Recruitment 2024 | LRD અને PSI ની 12472 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, જુઓ તમામ માહિતી

Gujarat Police Job 2024 Recruitment : ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની એક સુવર્ણ તક આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં 12472 પોલીસ કર્મચારીઓની ભરતી કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ કુલ 12472 ખાલી જગ્યા જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર, લોકરક્ષક અને જેલ સિપાઇ પદ પર ભરતી કરવા ઓનલાઈન અરજી મંગાવી છે.

Gujarat Police Recruitment 2024 હાઈલાઈટસ

બોર્ડનું નામ ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ
પોસ્ટનું નામ1) બિનહથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક (પુરુષ અને સ્ત્રી)
2) હથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક (પુરુષ અને સ્ત્રી)
3) SRPF કોન્સ્ટેબલ (પુરુષ)
કુલ જગ્યાઓ 12475
પ્રારંભ તારીખ સંભવિત (04-04-2024)
નોકરીનો પ્રકાર સરકારી
એપ્લિકેશન ઓનલાઈન

કુલ જગ્યાઓ

પોલીસની તૈયારી કરતા ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની 1000 પોસ્ટ જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000થી વધુ જગ્યાઓ પર પોલીસની ભરતી થશે. PSI ની 350 નહિ પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધું છે.

પોલીસ ભરતી 2024 પરીક્ષા પધ્ધતિ :

  • ગુજરાત પોલીસ ભરતી માટેની પરીક્ષા હવે નવા નિયમ મુજબ લેવામાં આવશે. લેખિત પરીક્ષા MCQ પધ્ધતિ અને બહુ વિકલ્પ પધ્ધતિ મુજબની રહેશે.
  • અગાઉ દોડ માટે ઉમેદવારોને વધારાના ગુણ મળતા હતા તે પધ્ધતિ દૂર કરીને તેને બદલે દોડ નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. નિયત સમયમાં દોડ પૂર્ણ કરનારને લેખિત કસોટી આપવા દેવામાં આવશે. તેમજ અગાઉ ઉમેદવારના વજનને ધ્યાને લેવામાં આવતું હતું તે બાબત હવે રદ કરવામાં આવી છે.
  • લેખિત કસોટીના અભ્યાસક્રમમાં પણ ધરમૂળથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે કુલ 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને તેમાં બે પ્રશ્ન પત્રો રહેશે. તેમજ દરેક પ્રશ્ન પત્રના દરેક પાર્ટમાં પાસ થવા માટે ઉમેદવારોએ 40 % ગુણ પ્રાપ્ત કરવાના રહેશે.
  • પ્રશ્નપત્ર 1 પાર્ટ A 100 ગુણ અને પાર્ટ B 100 ગુણનું રહેશે. ઉત્તીર્ણ થવા માટે દરેક પાર્ટમાં ઉમેદવારોએ 40 ટકા ગુણ પ્રાપ્ત કરવાના રહેશે.
  • પ્રશ્નપત્ર 2 માં પાર્ટ A 70 ગુણ અને પાર્ટ B 30 ગુણનું રહેશે. પાર્ટ A અને પાર્ટ B માં ઉમેદવારે પાસ થવા 40 ટકા ગુણ મેળવવાના રહેશે.
  • પ્રશ્ન પત્ર 1 નાં બંને વિભાગમાં 40 ટકા કરતાં ઓછા ગુણ ધરાવતા ઉમેદવારનું પેપર 2 ચકાસવામાં આવશે નહી.
  • અગાઉના અભ્યાસ ક્રમ માંથી સાયકોલોજી,સોશ્યોલોજી,આઇ.પી.સી. એક્ટ, સી.આર.પી.સી.એક્ટ એવીડન્સ એક્ટ,ગુજરાત પોલીસ એક્ટ,પ્રિવેન્સન ઓફ એટ્રોસીટી એક્ટ,મોટર વ્હીકલ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટ જેવા વિષયોને અભ્યાસક્રમ માંથી દૂર કરીને નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક લાયકાત:

રાજ્ય સરકાર માન્ય શિક્ષણ બોર્ડમાંથી 12મું પાસ/ઉચ્ચ માધ્યમિક અથવા તેની સમકક્ષ પરીક્ષા.
ઉપરાંત, ઉમેદવારો પાસે CCC કોર્સનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે અથવા 10મા કે 12મા ધોરણમાં અથવા અન્ય કોઈપણ ઉચ્ચ શૈક્ષણિક સ્તરમાં કોમ્પ્યુટરનો વિષય તરીકે અભ્યાસ કરેલ હોવો જોઈએ.

ઉંમર મર્યાદા:

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 34 વર્ષ

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ, તમારા PC પર https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હવે, મનુ પર જાઓ અને ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો, પછી લાગુ કરો પસંદ કરો.
  • વિભાગ દ્વારા જાહેરાત પસંદ કરો: LRB (લોકરક્ષક ભરતી બોર્ડ)
  • અધિકૃત સૂચના તપાસો, પછી લાગુ કરો પર ક્લિક કરો અને આગલા પૃષ્ઠ પર ફરીથી લાગુ કરો ક્લિક કરો.
  • તમારો OJAS નોંધણી નંબર દાખલ કરો (જો તમે નવા હોવ તો પહેલા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.) અને જન્મ તારીખ.
  • તમારી મૂળભૂત વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, શિક્ષણ વિગતો વગેરે ભરો.
  • ફોટા અને હસ્તાક્ષર જેવા તમારા દસ્તાવેજો અપલોડ કરો (ફોટો અને સહીનું કદ 15KB કરતા ઓછું હોવું જોઈએ.)
  • છેલ્લે, તમારું પોલીસ કોન્સ્ટેબલ ફોર્મ સબમિટ કરો અને ફી ઓનલાઈન/ઓફલાઈન ચૂકવો.
  • હવે, તમારું અરજી ફોર્મ અને ફી ચુકવણી રસીદો પ્રિન્ટ કરો.

અગત્યની લીંક

સતાવાર જાહેરાત અહીં ક્લિક કરો
સતાવાર સાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો