લેપટોપ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો. Gujarat Tribal Development Corporation દ્વારા શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે લેપટોપ સહાય યોજના શરૂકરી છે. હવે અમે તમને Laptop Sahay Yojana Gujarat સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો. આ માહિતીના માધ્યમથી કોમ્પ્યુટર મશીન સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Advertisements
Advertisements
લેપટોપ સહાય યોજના
Gujarat Tribal Development Corporation દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ આદિજાતિના ઈસમોને આપવામાં આવે છે. આદિજાતિ વર્ગના નાગરિકો સ્વરોજગારી મેળવે તે માટે Adijati Nigam Gujarat Portal મારફતે વિવિધ લોન યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે. લેપટોપ અથવા કોમ્પ્યુટરના મશીનનો ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જેની ખરીદી કરીને નવો ધંધો અથવા વ્યવસાય ચાલુ કરી શકે. Laptop (Computer) Sahay Yojana માં લોન આપીને તેમને આર્થિક મદદરૂપ થઈ શકે.
લેપટોપ સહાય યોજના- હાઇલાઇટ્સ
યોજનાનું નામ | લેપટોપ / કોમ્પ્યુટર મશીન સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપ સહાય યોજના દ્વારા આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય |
લાભાર્થી | અનુસુચિત જનજાતિના નાગરિકો |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી કરો |
લોનની રકમ | કોમ્પ્યુટર/લેપટોપના મશીનની ખરીદી માટે 1,50,000/- |
લોન પર વ્યાજદર | 4% વ્યાજદર |
સત્તાવાર વેબસાઈટ | https://adijatinigam.gujarat.gov.in/ |
લેપટોપ સહાય યોજનાનો હેતુ
- આ યોજના શરૂ કરવાનો હેતુ એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે. આ 1,50,000 ની રકમની મદદથી તમે ખૂબ જ સારું લેપટોપ ખરીદી શકો છો. હવે આ લેપટોપ 15000 થી શરૂ કરીને લગભગ 150000 રૂપિયા સુધીના છે.
લેપટોપ સહાય યોજનાની વિશેષતા
- આ યોજનામાં સરકાર દ્વારા 4%ના વ્યાજ સાથે લોન આપવામાં આવશે.
- તમારે લોનની રકમ 20 માસિક હપ્તામાં ચૂકવવી પડશે.
- જો તમે સમયસર હપ્તો ચૂકવ્યો નથી, તો તમને તમારા વ્યાજ પર 2.5 ટકા વ્યાજ દંડ મળશે.
- લેપટોપ સહાય યોજના એ ફક્ત Scheduled Tribe (ST) જ્ઞાતી વાળા લોકો ને જ આપવામાં આવે છે.
- લેપટોપ સહાય યોજના લાભાર્થી ને કુલ રકમ ના 80% ની લોન આપવામાં આવે છે.
લેપટોપ સહાય યોજના પાત્રતા માપદંડ
- અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- આ યોજના માટે માત્ર ST અરજદાર જ અરજી કરી શકે છે.
- અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
- અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/– તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/– થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.
- કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.
લેપટોપ સહાય યોજના માટેના જરૂરી દસ્તાવેજો
Adijati Nigam Gandhinagar દ્વારા બેરોજગાર યુવક-યુવતીઓને કોમ્પ્યુટરને લગતો નવો વ્યવસાય ચાલુ કરવા માટે ધિરાણ આપવામાં આવે છે. અનુસુચિત જન જાતિના ઈસમોને આ લોન યોજનાનો લેવા માટે નીચે ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
- રેશન કાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
- જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે
- રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
મહત્વપૂર્ણ લિંક
આદિજાતિ નિગમ ગુજરાત સત્તાવાર વેબસાઇટ | Click Here |
લોન માટે સીધી અરજી કરો | Click Here |
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો | Click Here |
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો | Click Here |
HomePage | Click Here |
1 thought on “ગુજરાત લેપટોપ સહાય યોજના 2022 : લેપટોપ ખરીદવા માટે મળશે 1 લાખ 50 હજારની સહાય”