Advertisements
ક્લાઇમેટ ચેન્જની સમસ્યા આજકાલ સૌથી મોટી સમસ્યા બનતી જય છે. વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે.જેથી Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધી રહ્યો છે. જેના ઉપયોગથી હવા શુદ્ધ થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. જેથી સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Yojana વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ સ્કીમ 2023
યોજનાનું નામ | Gujarat Electric E-Vehicle Scheme 2023 |
વિભાગ | Climate Change Department |
લાભાર્થીઓ | ધોરણ 09 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ (ઈલેક્ટ્રીક બાઈક,સ્કૂટર) |
રાજ્ય | ગુજરાત સરકાર |
Official Website | https://geda.gujarat.gov.in/ |
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સબસિડી કોને મળશે.
યોજના લૉન્ચનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાઓને રોકવામાં મદદ કરશે.
યોજનાના લાભાર્થીઓ – 9 માં ધોરણથી કોલેજ સુધીના શાળાના વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થી છે.
યોજના માટે નાણાકીય મદદ – યોજના હેઠળ સબસિડી સહાય મુજબ, લાભાર્થીઓને 12,000 રૂપિયા આપવામાં આવશે
યોજનાનો લાભ કોને મળશે
આ યોજનાનો લાભ લેનાર લોકોને એક જ વખત સબસિડી મળી શકશે. ઉપરાંત અરજી કરનાર વ્યક્તિ સરકારની એક સમયે એક જ યોજનાનો લાભ મેળવી શકશે.
હવે તમને એમ થશે કે જો આપણે આ યોજનાનો લાભ ન મેળવી શક્યા કે પ્રથમ બે લાખ ઉપભોક્તાઓમાં સામેલ ન થઈ શક્યા તો?
તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે લઈને આવ્યા છીએ બીજી એવી યોજના કે જેમાં તમને આ પ્રકારે ઇલેક્ટ્રિક વાહન પર સબસિડીનો લાભ મળી શકે છે.
આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ઉપરાંત એવા ભાઈઓ બહેનો કે જે ઓટો ચલાવે છે કે પોતાનો થ્રી વ્હીલર પર ધંધો ચલાવે છે એવા તમામ મિત્રોને પણ આ સમાચાર ખૂબ કામના નીવડશે. તો જાણો શું છે આ યોજનામાં.
Gujarat Government દ્વારા Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધે તે માટે આ વાહનોની ખરીદી પર હવે સબસીડી આપવામાં આવે છે.

યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ
- વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા માર્કશીટ
- શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ
- લાભાર્થીનું આધારકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- High speed battery operated two wheeler ની ખરીદી કરવાની હોય તો ડ્રાઈવીંગ લાઈસન્સ
- ઈ-રિક્ષા યોજના દસ્તાવેજ
- ગુજરાતના નાગરિકોને ઇ-રીક્ષાની ખરીદી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડશે.
આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું ?
આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agency – GEDA ની ઓફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ મેળવવાના રહેશે. આ યોજનાનું Application Form વિનામૂલ્યે Download કરી શકાશે. ત્યારબાદ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
- લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
- એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
- ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
- અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
- Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.
ઉપયોગી લિન્ક
સત્તાવાર સાઇટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |