GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી નવી ભરતી, પગાર ધોરણ 126600 સુધી.

GSSSB : ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB )દ્વારા હિસાબનીશ, પેટા હિસાબનીશ અને ઓડિટર સબ ઓડિટર (Sub Accountant)ની જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પેટા હિસાબનીશ (Accountant) અને સબ ઓડિટરની 116 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઇ છે. તેમજ હિસાબનીશ, ઓડિટર અને પેટા તીજોરી અધિકારીની 150 જગ્યાઓ પર ભરતી જાહેર થઇ છે. જેમાં 1 માર્ચ વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

કુલ 266 જગ્યાઓ પર ભરતી

મળતી માહિતી અનુસાર, આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે. આ ભરતી માટે આજથી ગૌણ સેવાની સત્તાવાર વેબસાઇટ પર 1 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

GSSSB Recruitment 2024, GSSSB ભરતી 2024 : નોટિફિકેશન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.