GSRTC LIVE Bus Tracking App – જાણો બસનું લાઇવ લોકેશન

ગુજરાતમાં કોઈપણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતી વખતે તમે બસનો ટાઈમ અને બસનું Live Location (ST Bus Live Location) જાણી શકો છો. હવે ઘરે બેઠા તમારા Android Phone દ્વારા જાણો કોઈ પણ બસનું Live Location. અહીં આપેલા બ્લોગને વાંચી તમે GSRTC દ્વારા સંચાલિત કોઈપણ GSRTC Live Location APK અને બસનો ટાઈમ જાણી શકો છો.

GSRTC Official Ticket Booking Apk એ ગુજરાતના પ્રવાસીઓ માટે ઉપલબ્ધ User Friendly Mobile Application છે. તે એસટી બસો વિશે વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવા માટે Design કરવામાં આવી છે, જે મુસાફરોને તેમની મુસાફરીનું વધુ કાર્યક્ષમ આયોજન કરવામાં મદદ કરે છે. આ એપ દ્વારા Online Ticket Book કરવાની સુવિધા પણ આપવામાં આવે છે.

GSRTC Live Location App કઈ રીતે કામ કરે છે?

GSRTC બસ લાઈવ લોકેશન GPS Technology અને Software Application સંયોજન પર આધાર રાખે છે. દરેક ST બસ GPS ઉપકરણથી સજ્જ હોય છે જે સતત તેના Location Dataને સેન્ટ્રલ Server પર ટ્રાન્સમિટ કરે છે. મુસાફરો આ ડેટાને GSRTC LIVE Location Apk જેવી યુઝર-ફ્રેન્ડલી એપ્સ દ્વારા એક્સેસ કરી શકે છે, જેનાથી બસની Live Location વિશે માહિતગાર રહેવાનું સરળ બને છે.

આ પણ વાંચો : વર્ષો જુના ફોટા પાછા મેળવવાનું એપ

બસનું Live Location જાણવા નીચે મુજબનાં સ્ટેપ ફોલો કરો

  • Step 1 : સૌપ્રથમ Play Storeમાં જઈ GSRTC Official Ticket Booking App Download કરો.
  • Step 2 : ઓપન GSRTC Official Ticket Booking App અને Search Bus પર ક્લિક કરો.
  • Step 3 : ત્યારબાદ Routes પેજ ઓપન થશે જેમાં પ્રથમ બોક્ષમાં PNR .No અથવા દ્વિતીય બોક્ષ્મ Vehicle Number અથવા તૃતીય બોક્ષમાં Trip Code દાખલ કરો.

➔ સ્થળ પસંદ કરવા સૌપ્રથમ સ્થળનું નામ લખવું પડશે જે નીચે આપેલ ScreenShortમાં બતાવેલ છે.

➔ તમે પસંદ કરેલ સ્થળ પર Bus ઉપલબ્ધ ન હોય તો NO BUS AVAILABLE નામનો મેસેજ જોવા મળશે.

  • Step 4 : ત્યારબાદ Time પસંદ કરો અને Date Of Journeyમાં માત્ર આજરોજ પસંદ હશે જેમાં ફેરફાર થઈ શકશે નહિ.
  • Step 5 : ત્યારબાદ Search Bus બટન ઉપર ક્લિક કરવું. જેથી તમે પસંદ કરેલ Route ઉપર ઉપલબ્ધ Busનું લીસ્ટ બતાવશે.
  • Step 6 : આપેલ Bus લીસ્ટ માંથી તમે કોઈપણ Bus ઉપર ક્લિક કરતા Route Details નામનું Page ઓપન થશે જેમાં તમે Bus Station જોઈ શકશો.

➔ ત્યારબાદ Map ઉપર ક્લિક કરી BUSનું લાઈવ લોકેશન જોઈ શકશો.

ખાસ નોંધ : નીચેના કારણોસર Bus બતાવતી હોવા છતાં ન આવી શકે.
  • જયારે કોઈ Bus Depo દ્વારા કોઈ કારણોસર Bus રદ(Cancel) કરવામાં આવે.
  • જયારે Busમાં કોઈ પ્રકાની ખામી સર્જાય. જેમ કે, પંચર થવું, મશીનમાં ખરાબી આવવી વગેરે.
  • જયારે કોઈ મોટા સમારોહ(Function), ઉદ્ઘાટન, મેળાઓ વગેરે હોય. જેમ કે, અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ઉદ્ઘાટન, મહાશિવ રાત્રીનો મેળો(જુનાગઢ), પ્રધાનમંત્રી કે અન્ય કોઈ ઉચ્ચ કક્ષાના વ્યક્તિ કોઈ શહેરમાં આવતા હોય વગેરે.
  • અન્ય કારણો પણ હોય શકે જે અંગે ખાસ નોંધ લેવી.

GSRTC Ticket Booking Apk એપનો ઉપયોગ કરીને ST બસનું Live Location ગુજરાતના મુસાફરો માટે ગેમ-ચેન્જર છે. તે મુસાફરીના અનુભવને સરળ બનાવે છે, સલામતી વધારે છે અને હરિયાળા વાતાવરણમાં યોગદાન આપે છે. આ નવીન ઉકેલને અપનાવીને, ગુજરાત એવા ભવિષ્ય તરફ દોરી રહ્યું છે જ્યાં Transportમાત્ર ભરોસાપાત્ર નથી પણ ટકાઉ પણ છે.

GSRTC એપ Download કરોડાઉનલોડ કરો
હોમપેજઅહી ક્લિક કરો