ધોરણ 10 પરીક્ષા પ્રવેશપત્ર 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર GSEB SSC હોલ ટિકિટ 2023 પ્રકાશિત કરે છે. GSEB SSC Admit Card 2023 ગુજરાત બોર્ડ-GSEB.ORGની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ થશે. શાળાઓ સત્તાવાર વેબસાઈટ પર શાળા લોગીન દ્વારા GSEB Std 10 Hall Ticket 2023 ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓએ SSC હોલ ટિકિટ GSEB 2023 એકત્રિત કરવા માટે તેમની સંબંધિત શાળાઓની મુલાકાત લેવી પડશે.
ધોરણ 10 ના તમામ ઉમેદવારોની માર્ચ 2023ની જાહેર પરીક્ષા તારીખ 14-03-2023 થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટિકિટ) તારીખ 28-02-2023 થી બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે.
ધોરણ 10 પરીક્ષા પ્રવેશપત્ર 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ
ધોરણ 10 પરીક્ષા પ્રવેશપત્ર 2023
પોસ્ટ નામ
GSEB SSC Hall Ticket 2023
સંસ્થા નામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
ધોરણ 10 પરીક્ષા પ્રવેશપત્ર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?
માર્ચ-2023ની ધો.10ની એસ.એસ.સી. પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રીપિટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની Hall Ticket (પ્રવેશિકા)ની ઓનલાઇન પ્રિન્ટ નોંધાયેલ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ દ્વારા બોર્ડની વેબસાઇટ ssc.gsebgt.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્રની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-2023 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો / માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્રમાં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી-સિક્કા (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ 10ની સુચના (નં 1 થી 13) પ્રવેશપત્રના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાથી અને આચાર્યના સહી સાથે ફરજીયાત આપવાનની રહેશે.
Pingback: સોના ચાંદીના ભાવોમાં આજે થયો મોટો વધારો, જાણો આજના તાજા ભાવ - Latest yojana
Pingback: આજનું રાશિફળ : આ રાશીવાળા જાતકો માટે ખરાબ રહેશે કાલનો દિવસ, જાણો તમારું ભવિષ્ય - Latest yojana