E Samaj Kalyan Portal Registration 2023 : ધંધા વિષયક તમામ યોજનાઓનો લાભ મેળવો આ પોર્ટલ દ્વારા

Gujarat police Bharti 2023

E Samaj Kalyan Portal Registration 2023 : આજે દેશ અને દુનિયામાં ડિજીટલ સેવાઓ અને ટેકનોલોજી વધતી જાય છે. ગુજરાત સરકાર અને કેન્‍દ્ર સરકાર દ્વારા ઘણા બધા વિભાગોમાં ઓનલાઈન પોર્ટલ અને સેવાઓ આપવામાં આવે છે. હવે Online Portal સાથો-સાથ ઘણી બધી યોજનાઓના અરજી ફોર્મ પણ ઓનલાઈન કરવામાં આવેલ છે. જેમ કે PM Kisan Yojana, PM Awas Yojana, આયુષ્યમાન ભારત યોજના વગેરે. આવી તો ઘણી યોજનાઓ ઓનલાઈન સેવાઓ આપે છે.

પ્રિય વાંચકો, આજે આપણે Online Portal વિશે વાત કરીશું. ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકો ઘરે બેઠા-બેઠા વિવિધ સેવાઓનો લાભ મળે તેવું વિચારે છે. જેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિભાગો દ્વારા Online Portal લોન્‍ચ કરવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut Portal, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા eKutir Portal લોન્‍ચ કરેલ છે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બહાર પાડેલ E Samaj Kalyan Portal વિશે વાત કરીશું. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

આ પણ વાંચો : [VNSGU] વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

E Samaj Kalyan Portal Registration 2023

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ શું છે? આવો પ્રશ્ન તમારા મનમાં હશે. મિત્રો આ પોર્ટલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ લાભાર્થીઓ ઘરે બેઠા કરી શકે છે. આ પોર્ટલ દ્વારા વહીવટી પારદર્શિતા લાવવાનો છે.

E Samaj Kalyan Portal Registration 2023 – હાઈલાઈટ્સ

પોર્ટલનું નામઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી
આર્ટિકલનું નામઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
વિભાગનું નામSocial Justice And Empowerment Department Gujarat
અધિકૃત વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/  

E Samaj Kalyan Portal નો હેતુ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું અંગ્રેજી નામ Social Justice & Empowerment Department (Government Of Gujarat) છે. જેનું કાર્ય પછાત વર્ગો જેમ કે, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી.

આ પણ વાંચો : Voter Card Download Online : હવે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમાં ઓનલાઈન

આ વિભાગ દ્વારા અનાથ બાળકો માટે પાલક માતાપિતા યોજના અમલી બનાવેલ છે. નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃધ્ધ વ્યક્તિઓના સહાય માટે “વૃદ્ધ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે. જેના તમામનો આર્થિક વિકાસ તથા સશક્તિકરણ કરવાનો છે. શૈક્ષણિક યોજનાઓ, આર્થિક કલ્યાણની યોજનાઓ, આરોગ્ય અને આવાસ યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોના ઉત્કર્ષ માટેની યોજનાઓના માટે e-Samajkalyan Portal બનાવવામાં આવેલ છે. જેના દ્વારા લાભાર્થીઓ માટેના ઉદ્દેશો અને હેતુઓની વિગતો નીચે મુજબ છે.

 • e-samaj kalyan portal દ્વારા લાભાર્થીઓના ઘરથી શક્ય તેટલી નજીક સેવાઓ ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ.
 • સેવાઓ પોસાય તેવી બનાવી રહ્યા છીએ.
 • સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી eSamajkalyan Website બનાવવામાં આવેલ છે.
 • સેવાઓમાં પારદર્શિકતા બનાવી રહ્યા છીએ.
 • સેવાઓ તેની કિંમતની દ્વષ્ટિએ વધુ અસરકારક બનાવી રહ્યા છીએ.

આ પોર્ટલ સાથે જોડાયેલ વિભાગો

Social Justice & Empowerment Department (Government of Gujarat) દ્વારા ચલાવવામાં આવે છે. Gujarat e-Samajkalyan Registration Online [SJED] વેબસાઈટ દ્વારા ચાર (4) વિભાગો દ્વારા આવરી લેવામાં આવેલ છે. આ વિભાગોની યોજનાઓનો સમાવેશ e-samaj kalyan portal થયેલો છે. જે નીચે મુજબ છે.

ક્રમવિભાગનું નામ
1નિયામક અનુસૂચિત જાતિ ક્લ્યાણ બોર્ડ (Director Scheduled Cast Welfare)
2નિયામક વિકસતી જાતિ કલ્યાણ (Director Developing Castes Welfare)
3નિયામક સમાજ સુરક્ષા (Director Social Defense)
4 ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ (Gujarat Safai Kamdar Development Corporation)

E Samaj Kalyan Portal પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

 • ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કેવી રીતે કરવું તેની Step By Step માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું. જે નીચે મુજબ છે.
 • e-Samaj kalyan website Gujarat ને Open કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in URL પર ક્લિક કરો. ત્યારબાદ eSamajKalyan Portal પર Register થવા માટે Please Register Here લિંક પર ક્લિક કરવું.
 • આ ફોર્મેટ દ્વારા તમે e-Samaj kalyan gujarat online registration કરી શકશો. ફોર્મેટમાં આપેલ “*” (લાલ માર્ક) કરેલ તમામ માહિતી ફરજિયાત ભરવાની રહેશે.
  • અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું.
  • અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો.
  • અરજદારની જન્મતારીખ પસંદ કરો.
  • અરજદારનો આધારકાર્ડ નંબર લખો.
  • અરજદારનું Email ID (જો હોય તો) લખો.
  • અરજદારની જાતિ(Caste) પસંદ કરો.
  • અરજદારનો મોબાઈલ નંબર લખો.
  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા માટે પોતાનો પાસવર્ડ લખો.
 • પાસવર્ડ ફરીથી લખો.
 • તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર Click કરો.
 • ઈ-સમાજકલ્યાણ પોર્ટલ પર Login કરવા માટે તમારું UserID અને Password તથા આપેલ Image (Captcha Code) ની વિગતો ભરીને Login બટન ક્લિક કરો.
આ પણ વાંચો : સરકારી મુદ્રણાલય ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ ઉપર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here

Leave a Comment