દેશી ગાય સહાય યોજના 2022 : ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય

ગુજરાત રાજ્ય અલગઅલગ વર્ગો માટે વિવિધ વિભાગો કામ કરેલ છે. સમાજના નબળાં બર્ગો માટે ઈસમાજ કલ્યાણ પોર્ટલ, રોજગાર માટે કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા ખેડુતો માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કાર્યરત છે. રાજ્યમાં 1 લી May 1960 થી પશુપાલન વિભાગ કાર્યરત થયેલો હતો. આ વિભાગ દ્વારા ikhedut Portal બનાવવામાં આવેલ છ. જેમાં બાગાયતી યોજનાઓ, મસ્ત્ય વિભાગની યોજનાઓ, ખેતીવાડીની યોજના તથા પશુપાલનની યોજનાઓ અમલી બનાવેલ છે. આ આર્ટિકલ દ્વારા Pashupalan Vibhag ની Gay Sahay Yojana 2022 વિશે વાત કરીશું. દેશી ગાય સહાય યોજનાનો લાભ લેવા માટે શું-શું ડોક્યુમેન્‍ટ જોઈએ તે જાણીશું.

આ પણ વાંચો : New Google Fit Android App : હેલ્થ માટેનું ગૂગલ તરફથી બેસ્ટ એપ

દેશી ગાય સહાય યોજના 2022

રાજ્યમાં ખેડૂતો/પશુપાલકોના વ્યવસાયમાં ખર્ચનો ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર સતત ચિંતિત છે. જેના માટે વિવિધ સરકારી યોજનાઓ, અભિયાન અને કાર્યક્રમ અમલમાં મુકેલ છે.

Ikhedut Portal 2022 પર આત્માની પ્રાકૃતિક કૃષિને લગતી યોજનાઓ કાર્યરત છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વધારે તે માટે સહાય આપતી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે પાક વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા કરવામાં આવતી ખેતી છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 202021 માં નવી યોજના બહાર પાડવામાં આવેલ હતી. જેમાં દેશી ગાય માટે સહાય આપવાનું નક્કી થયેલું.

દેશી ગાય સહાય યોજના 2022- હાઇલાઇટ્સ

યોજનાનું નામગાય સહાય યોજના 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય  
તે હેતુથી યોજના અમલી બનાવેલ
લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો
સહાયની રકમખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય આપવામાં આવશે. આ સહાય રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કરવાની છેલ્લી તારીખ27/05/2022

દેશી ગાય સહાય યોજનાનો હેતુ

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ખૂબ જરૂરી છે. રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. ઓર્ગેનિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરીયાત રહે છે. જેના દ્વારા ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ દેશી ગાય આધારતિ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો : ECIL વિભાગમાં આવી ટેકનિકલ ઓફિસર્સની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

દેશી ગાય સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Gay Sahay Yojana 2022 હેઠળ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા પશુપાલકોને સહાય આપવામાં આવશે. ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ માટે દર મહિને રૂ.900/-ની સહાય આપવામાં આવે છે. આ સહાય વાર્ષિક રૂપિયા.10800/- ની મર્યાદામાં આપવામાં આવશે.

  • આ યોજના હેઠળ અરજી મંજુરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.
  • દર ત્રણ માસે ગાયના ટેગ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
  • લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.
  • જે લાભાર્થીઓએ દેશી ગાય સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલૂમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.

દેશી ગાય સહાય માટેની પાત્રતા

આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ ખેડૂતોના હિત અર્થે અમલી બનાવેલ છે. આ સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ખેડૂત ધરાવતો હોવો જોઈએ.

  • લાભાર્થી ખેડૂત આઈડેંટીફિકેશન ટેગ સહિતની દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, મોટા ,સીમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • દરેક જ્ઞાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીનનું રેકર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલ વિસ્તારમાં વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતો હોવો જોઇએ.
  • Organic Farming કરતા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.
  • તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર દ્વારા શરતો પૂર્ણ કરતા હોય તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ એક ખાતા નમૂના નંબર 8-અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
  • લાભાર્થી ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ મેળવેલ હોવી જોઈએ.

દેશી ગાય સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ગીર અને દેશી ગાયોના નિભાવ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટેOnline Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબ ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

  • લાભાર્થી ખેડૂત પાસે ikhedut portal 8-a અને 7/12 ની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત એસ.ટી અને એસ.સી હોય તો સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • રેશનકાર્ડની નકલ
  • દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર
  • દેશી ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
  • બેંક ખાતાની નકલ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

દેશી ગાય સહાય યોજના માટે ઓનલાઇન આવેદન કરો

દેશી ગાય સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો ikhedut portal પરથી Online Application કરવાની રહેશે. આ સહાય માટે ખેડૂતો નજીકના CSC સેન્‍ટર પરથી, પોતાના ગ્રામ પંચાયત ખાતેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે. ખેડૂતોઘરે બેઠા જાતે પણ Online Application કરી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતનાં મજદૂરો માટે સાયકલ સહાય યોજના : શ્રમિકોને સાયકલ ખરીદવા માટે મળશે સહાય
  • પ્રથમ Google Chrome ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં Ikhedut Portal ની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
  • હવે Khedut Website ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
  • Yojana પર ક્લિક કર્યા બાદ અન્ય યોજનાઓ પર નંબર-1 ’આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નવુ પેજ ખૂલશે જેમાં ‘દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના (2022-23)’ ની સામે “અરજી કરો” પર Click કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ નવી અરજી કરવા ક્લિક કરો’પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદાર દ્વારા સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે.
  • એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિંતેની નોંધ લેવી.
  • છેલ્લે, ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક્સ

Official WebsiteClick Here
Gay Sahay Yojana Online ApplyApply Here
Check Application StatusClick Here
Print Application Click Here
Home PageClick Here

2 thoughts on “દેશી ગાય સહાય યોજના 2022 : ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય”

Leave a Comment