દિવાળી પહેલા સરકારે આપી લોકોને મોટી ભેટ, CNG ના ભાવમાં ઝીંક્યો 3 રૂપિયાનો વધારો

ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં થોડા સમયની સ્થિરતા ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં પહેલા ઘટાડો કરાયો હતો. જ્યાર બાદ ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના આજના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરાતા CNG ગેસનો નવો ભાવ આજે 86.90 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.

CNG ના ભાવમાં વધારો

નવરાત્રિના છઠ્ઠા નોરતે અદાણીએ ગ્રાહકો પર ભાવવધારો ઝીંક્યો છે. અદાણી CNG ના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. પ્રતિ કિલો CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરાયો છે. અદાણી CNGનો નવો ભાવ 89.90 રૂપિયા કરાયો છે. નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે તહેવાર ટાંણે ગ્રાહકો માટે આ ભાવવધારો આકરો બની રહેશે.

  • ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર
  • અદાણી CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો
  • CNG ગેસનો નવો ભાવ રૂ.86.90 પ્રતિ કિલો થયો

18 ઓગસ્ટના રોજ સીએનજીના ભાવમાં કરાયો હતો ઘટાડો

ઉલ્લેખનીય છે કે, તારીખ 18 ઓગસ્ટના રોજ અદાણી સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે સીએનજીનો ભાવ 83.90 થયો હતો. જ્યાર બાદ આજે ફરીવાર CNG ગેસના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે વધીને 86.90 થઇ ગયો છે. આ અગાઉ અમદાવાદમાં પહેલા 83.90 રુપિયા પ્રતિ કિલો CNG ગેસ મળતો હતો. આજે આ ભાવ 86.90 રુપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.

કેટલો થયો CNG નાં ભાવમાં વધારો

વધતી જતી મોંઘવારી સામે મધ્યમવર્ગના પરિવારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની છે. ગઈ કાલના રેપો રેટ બાદ હવે અદાણી CNG ના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. આજે CNG ના ભાવમાં સીધા 3 રૂપિયાનો વધારો કરાયો છે. ગઈ કાલના 83. 90 રૂપિયાના ભાવની સરખામણીએ આજથી લોકોને 86. 90 રૂપિયા ચૂકવવા પડશે.

ONGCના જૂના ક્ષેત્રોના ગેસની કિંમતમાં વધારો

ઉલ્લેખનીય છે કે, ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આદેશ અનુસાર ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાના જૂના ક્ષેત્રોના ગેસની કિંમત 6.1 ડોલરથી વધારીને 8.57 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવામાં આવી હતી. આ જ દરે દેશમાં ઉત્પાદિત થતા ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગનું વેચાણ થશે. આદેશ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના ભાગીદાર બીપી પીએલસી દ્વારા કેજી બેઝિનમાં કાર્યરત ડી-6 બ્લોક જેવા મુશ્કેલ અને નવા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવેલા ગેસની કિંમત 9.92 ડોલરથી વધારીને 12.6 ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવી છે. એપ્રિલ 2019 પછી ગેસના દરમાં આ ત્રીજો વધારો હશે. બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય કિંમતોમાં મજબૂતીને કારણે તેમાં વધારો થયો છે.