
ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 : ભરૂચ નગરપાલિકા, ભરૂચમાં એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, પ્લમ્બર, કોપા, ઈલેક્ટ્રીશીયન, ફીટર ટ્રેડની એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.
ભરૂચ નગરપાલિકા ભરતી 2022
ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
ભરૂચ નગરપાલિકા ભરતી 2022 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | ભરૂચ નગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | એપ્રેન્ટીસ ભરતી 2022 |
કુલ જગ્યા | 32 |
સંસ્થા | ભરૂચ નગરપાલિકા |
અરજી શરૂ તારીખ | 19-12–2022 |
અરજી છેલ્લી તારીખ | 27–12-2022 |
પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
ટ્રેડ નામ | જગ્યા |
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | 11 |
પ્લમ્બર | 03 |
કોપા (કોમ્પ્યુટર ઓપરેટર) | 05 |
ઈલેક્ટ્રીશીયન | 10 |
ફીટર | 03 |
કુલ જગ્યાઓ | 32 |
શૈક્ષણિક લાયકાત
- પ્રસ્તુત ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ITI પાસ હોવો જોઈએ
ઉમર મર્યાદા
- 18 થી 35 વર્ષ સુધી
પગાર ધોરણ
- સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ ઇંટરવ્યૂ આધારિત થશે.
અરજી કઇ રીતે કરવી?
તારીખ 19-12-2022 થી તારીખ 23-12-2022 સુધીમાં બપોરના 11:00 કલાકથી સાંજના 6.00 કલાકથી સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 18 સમાજ કલ્યાણ શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવી તારીખ 27–12-2022 સુધીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચના નામે (કવર પર ટ્રેડનું નામ – એપ્રેન્ટીસશીપ યોજના લખવી) મોકલી આપવાનું રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
Advertisements