
મધમાખી ઉછેર સહાય યોજના 2023 : સરકાર દ્વારા ખેડૂતને વધુ ઉત્પાદન મળી રહે તે માટે સારી ગુણવત્તા વાળું બિયારણ ખેડૂત સુધી પોહંચાડવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતને ખેતી સિવાય વધુ આવક મેળવવા માટે મરઘાંપાલન, મશરૂમની ખેતી, મધમાખીપાલન વગેરે અપનાવે છે. આનાથી તેમણે ઓછી જમીનમાં વધુ આવક મેળવી શકે છે. અગાઉના આર્ટીકલમાં આપણે દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના, [I Khedut Portal] પાવર ટીલર સહાય યોજના, હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના અને લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી.
મધમાખી ઉછેર સહાય યોજના 2023
મધમાખી ઉછેરએ કૃષિ આધારિત વ્યાવસાય છે. જે ખેડૂતો તેમની વધારાની આવક મેળવવા કરી શકે છે. આ માટે સરકાર દ્વારા મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા સહાય આપવામાં આવે છે. જેમાં Bee Keeping Scheme in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
મધમાખી ઉછેર સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજના |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ મધમાખી પાલન કરતાં ખેડૂતને મધમાખી ઉછેરના સાધનો માટે સહાય પૂરી પાડવાનો છે. |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને પ્રતિ સેટ રૂ. 20,000 ના ખર્ચના 40% સહાય મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
મધમાખી ઉછેર સહાય યોજનાનો ઉદેશ્ય
મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજનાનો હેતુએ મધમાખી પાલન કરતાં ખેડૂતને મધમાખી ઉછેરના સાધનો જેવા કે, હની એક્ષ્ટ્રેક્ટર, ફૂડ ગ્રેડ કન્ટેઇનર અને નેટ માટે સહાય આપવાનો છે.
આ યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા
મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- ખેડૂત લાભાર્થી દીઠ સાધનના 1 સેટની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
- MIDH ગાઇડલાઇન મુજબ રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય લાભાર્થી દ્વારા નેશનલ બી બોર્ડ / કૃષિ યુનિવર્સીટી /કે.વી.કે./સેન્ટર ઓફ એક્સલન્સ જેવી સંસ્થાઓ પાસેથી તાલીમ મેળવ્યા બાદ સહાય ચુકવવાની રહેશે.
મધમાખી ઉછેર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ
અનુસુચિત જાતિના ખેડૂતો માટે | અનુસુચિત જાતિના ખેડૂતને પ્રતિ સેટ રૂ. 20,000 ના ખર્ચના 40% સહાય મળવા પાત્ર છે. |
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે | અનુસુચિત જનજાતિના ખેડૂતને પ્રતિ સેટ રૂ. 20,000 ના ખર્ચના 40% સહાય મળવા પાત્ર છે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | સામાન્ય જાતિના ખેડૂતને પ્રતિ સેટ રૂ. 20,000 ના ખર્ચના 40% સહાય મળવા પાત્ર છે. |
યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7–12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-97 હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે પર ક્લિક કરવું.
- જેમાં મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- છેલ્લે, ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઈટ | Click Here |
HomePage | Click Here |