અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

AMC ભરતી 2023 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાતાઓમાં આસીસ્ટન્ટ મેનેજર, આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર, ડે. સીટી ઈજનેર અને એડીશનલ સીટી ઈજનેરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 51 સહાયક ગાર્ડન એડીશનલ સીટી ઈજનેર, ડે. સીટી ઈજનેર, આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર), આસીસ્ટન્ટ મેનેજર જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકા દ્વારા સહાયક શિક્ષકની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

AMC ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

AMC ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલAMC ભરતી 2023
સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ– એડીશનલ સીટી ઈજનેર
– ડે. સીટી ઈજનેર
– આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર)
– આસીસ્ટન્ટ મેનેજર
કુલ જગ્યા51
છેલ્લી તારીખ26-04-2023
સત્તાવાર વેબ સાઈટhttps://ahmedabadcity.gov.in/
અરજીઓનલાઈન

પોસ્ટ

પોસ્ટ નામકુલ જગ્યા
એડીશનલ સીટી ઈજનેર02
ડે. સીટી ઈજનેર07
આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર)15
આસીસ્ટન્ટ મેનેજર27
આ પણ વાંચો : [VNSGU] વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
એડીશનલ સીટી ઈજનેર– માન્ય થયેલ યુનિવર્સીટીના સિવિલ એન્જીનીયરીંગના ગ્રેજ્યુએટ.
– ઈજનેર કામનો ઓછામાં ઓછા પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી સાત વર્ષનો અનુભવ મ્યુનસિપલ એન્જીનીયરીંગનો અથવા નામાંકિત સંસ્થાનો હોવો જોઈએ.
ડે. સીટી ઈજનેરબી.ઈ. સિવિલ સાથે 07 વર્ષનો અનુભવ જે પૈકી 04 વર્ષનો મ્યુનિસિપલ એન્જીનીયરીંગ અથવા મોટી જાણીતી સંસ્થાનો અનુભવ.
આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર)બી.ઈ. સિવિલ સાથે 05 વર્ષનો ઈજનેરી કામનો અનુભવ જે પૈકી બે વર્ષની જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ.
આસીસ્ટન્ટ મેનેજરઉમેદવાર કાનુની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીનો એમ.બી.એ.ની પદવી ધરાવતો હોવો જોઈએ. અથવા
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એ.આઈ.સી.ટી.ઈ.ની માન્યતા પ્રાપ્ત સંસ્થાનો બે વર્ષનો પૂર્ણકાલીન પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન બીઝનેસ મેનેજમેન્ટની લાયકાત ધરાવતો હોવો જોઈએ. અથવા
ઉમેદવાર ચાર્ટડ એકાઉન્ટન્ટની પડવી ધરાવતો હોવો જોઈએ.

ઉમર મર્યાદા

પોસ્ટઉમર મર્યાદા
એડીશનલ સીટી ઈજનેર45 વર્ષથી વધુ નહી
ડે. સીટી ઈજનેર40 વર્ષથી વધુ નહી
આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર)37 વર્ષથી વધુ નહી
આસીસ્ટન્ટ મેનેજર33 વર્ષથી વધુ નહી

પગાર ધોરણ

પોસ્ટપગાર
એડીશનલ સીટી ઈજનેરલેવલ 13 પે મેટ્રીક્સ રૂ. 1,18,500-2,14,100
ડે. સીટી ઈજનેરલેવલ 11 પે મેટ્રીક્સ રૂ. 67,700/2,08,700
આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર (ઈજનેર)લેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53,100-1,67,800
આસીસ્ટન્ટ મેનેજરલેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53,100/1,67,800

પસંદગી પક્રિયા

  • ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : [JAU] જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : 26-04-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here