આજના સોના ચાંદીના ભાવ : આજે ઉત્તરાયણ થી સોના માં ખરીદી માં વધારો જુઓ આજના ભાવ

જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. બુલિયન માર્કેટમાં આજે 13 જાન્યુઆરી 2024ના રોજ સોનું મોંઘુ થઈ ગયું છે, જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. Bankbazaar.com ના અહેવાલ મુજબ, તરત જ તપાસો કે આજે 10 ગ્રામ સોના અને 1 કિલો ચાંદીની કિંમત શું છે.

આજના સોનાના ભાવ

સોનાના વાયદાના ભાવ પણ આજે ઉછાળા સાથે શરૂ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો બેન્ચમાર્ક ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ આજે રૂ. 51ના વધારા સાથે રૂ. 62,230 પર ખૂલ્યો હતો. લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 48ના ઉછાળા સાથે રૂ. 62,227 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ. 62,248 અને દિવસની નીચી સપાટી રૂ. 62,188 પર પહોંચ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવ રૂ. 64,063ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

આજના ચાંદીના ભાવની લાઈવ

ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ આજે તેજી રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક માર્ચ કોન્ટ્રાક્ટ આજે રૂ. 157ના વધારા સાથે રૂ. 72,204 પર ખૂલ્યો હતો. લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 43ના વધારા સાથે રૂ. 72,090 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 72,204 અને દિવસની નીચી સપાટી રૂ. 71,985 પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ચાંદીના વાયદાના ભાવ રૂ. 78,549 પ્રતિ કિલોએ પહોંચ્યા હતા.

સોનું ખરીદતી વખતે ખાસ આ ધ્યાન રાખો

જો તમે સોનાના આભૂષણો ખરીદો છો, તો ગુણવત્તાને ક્યારેય અવગણશો નહીં. હોલમાર્ક જોયા પછી જ જ્વેલરી ખરીદો, આ છે સોનાની સરકારી ગેરંટી. તમને જણાવી દઈએ કે ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક નક્કી કરે છે. બધા કેરેટના હોલ માર્ક નંબર અલગ-અલગ હોય છે, જે જોયા અને સમજ્યા પછી તમારે સોનું ખરીદવું જોઈએ.

મિસ્ડ કોલ દ્વારા જાણો સોના અને ચાંદીના ભાવ

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની જેમ જ તમે ઘરે બેઠા જ સોના અને ચાંદીના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

સોનામાં 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે ?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે, તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.