14 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

14 સપ્ટેમ્બરથી રાજ્યમાં વધશે વરસાદનું જોર

ગુજરાતમાં 14 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ક્યા ક્યાં પડશે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી , દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શકયતા છે. જો કે વરસાદનું જોર વધશે તો ભારે પવન ફૂંકાવાની શકયતા છે. બંગાળમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

ગુજરાતમાં  ચોમાસાના અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે સમગ્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ જગ્યાએ આપવામાં આવ્યું એલર્ટ

જે અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વડોદરા,છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની અને 15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે સમગ્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.