તમારા મોબાઈલમાં રાખો આ ઉપયોગી એપ:જેનું નામ બોલશો એને આપોઅપ ફોન જશે

જો કોઈ દિવસ તમારો મોબાઇલ ફોન તમારો હાલ ચાલ પૂછે તો તમને કેવું લાગશે? તમે કઈ પણ સવાલ પૂછો અને તમારો મોબાઇલ તમને જવાબ આપે તો તમને જરૂર આશ્ચર્ય થશે, આજે આપણે એક એવા ટૂલ વિશે વાત કરીશું જે તમારી સાથે વાત-ચિત કરે છે. આજે આપણે ગૂગલના એક ટૂલ ગૂગલ આસિસ્ટન્ટ (Google Assistant) વિશે વાત કરીશું જે પહેલા Google Now તરીકે ઓળખાતું હતું.

ગૂગલ આસિસ્ટન્ટ એપ

ગૂગલ આસિસ્ટન્ટ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી પર આધારિત એક પ્રોગ્રામ છે જે યુઝરના ઈનપુટ પ્રમાણે આઉટપુટ આપે છે. ગૂગલ આસિસ્ટન્ટ એક ગૂગલનું એક Virtual Assistant છે જેનો ઉપયોગ તમે અલગ-અલગ ડિવાઇસમાં કરી શકો છો, ગૂગલ આસિસ્ટન્ટ એક સિસ્ટમ છે જેમાં મનુષ્યનો અવાજ સેટ કરવામાં આવ્યો છે.

તમે આ પ્રોગ્રામને જે પણ સવાલ અથવા કમાન્ડ આપશો એ પ્રમાણે તમને આ ગૂગલ આસિસ્ટન્ટ પરિણામ આપશે એટલે કે જવાબ આપશે. ઉદાહરણ તરીકે… જો તમારે પોતાના સ્માર્ટફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરવી છે તો તમે ગૂગલ આસિસ્ટન્ટને કહેશો કે “Turn on flashlight” તો ગૂગલ આસિસ્ટન્ટ તમારા સ્માર્ટફોનની ફ્લેશલાઇટને ચાલુ કરશે.

જો તમારે કોઈ સવાલ પુછવો હોય તો તમે ગૂગલ આસિસ્ટન્ટમાં બોલીને પુછો તમારો સવાલ અને ગૂગલ આસિસ્ટન્ટ તમને ગૂગલ સર્ચ એંજિનમાથી તે સવાલનો જવાબ શોધીને આપશે અને તમને બોલીને સંભળાવશે.

એપ ની વિશેષતા

  • ગૂગલના સી.ઇ.ઓ. સુંદર પિચાઇએ 18 મે, 2016 ગૂગલની એક ડેવલોપર કોન્ફરેન્સમાં ગૂગલ આસિસ્ટન્ટને રજૂ કર્યું હતું.
  • ગૂગલ આસિસ્ટન્ટને સૌથી પહેલા ગૂગલ હોમ સ્માર્ટ સ્પીકર અને મેસેજિંગ એપ્લિકેશન Google Allo માટે ડેવલોપ કરવામાં આવ્યું હતું, Google Allo એક મેસેંજિંગ એપ હતી જેને ગૂગલએ 2019માં બંધ કરી હતી.
  • હાલ તમે ગૂગલ આસિસ્ટન્ટને મોટા ભાગના બધા Android ડિવાઇસ, Android TV, Wear OS, વગેરેમાં ઉપયોગ કરી શકો છો.

શામાં ઉપયોગ થશે

  • બધા લેટેસ્ટ Android સ્માર્ટફોન
  • આઇફોન
  • Wear OS (સ્માર્ટવોચ)
  • Android TV
  • સ્પીકર
  • Android Auto સપોર્ટ કરતી ગાડીઓ

ઉપર પ્રમાણેના વગેરે ડિવાઇસ અથવા OS માં તમે ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકો છો.

ગૂગલ આસિસ્ટન્ટ ફાયદા

  • રમત રમી શકો છો.
  • ટાઈમર સેટ કરી શકો છો.
  • લોકેશન મેળવી શકો છો.
  • તમે બોલીને કોઈ પણ એપ ખોલી શકો છો.
  • પોતાની વ્યક્તિગત માહિતી જાણી શકો છો.
  • તમે અલગ-અલગ સમાચાર સાંભળી શકો છો.
  • ગૂગલ આસિસ્ટન્ટ પાસે તમે મ્યુઝિક પ્લે કરાવી શકો છો.
  • તમે ડાઇરેક્ટ કોઈને ફોન કોલ પણ બોલીને કરાવી શકો છો.
  • તમે આસપાસનું લોકેશન પ્રમાણે વાતાવરણ અને તાપમાન જાણી શકો.
  • તમે ગૂગલ સર્ચ એંજિનમાથી અન્ય માહિતી વિશે સવાલ પૂછીને જાણી શકો છો.
  • ગૂગલ આસિસ્ટન્ટ તમારા સ્માર્ટફોનની નોટિફિકેશન પણ બોલીને સંભળાવી શકે છે.

આ હતી ગૂગલ આસિસ્ટન્ટ વિશે જાણકારી જેમાં તમને Google Assistant વિશે રસપ્રદ રીતે જાણવા મળ્યું હશે, અમને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી થશે.