તલાટી કમમંત્રી પરીક્ષાનો નવો અભ્યાસક્રમ અને પેપર સ્ટાઈલ 2022

તલાટી કમ મંત્રી સિલેબસ PDF 2022 : ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ની 3400 થી વધારે જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં કુલ 18 લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા તલાટી ની પરીક્ષાનું આયોજન 8 જાન્યુઆરી 2023 ના રોજ કરવામાં આવ્યું છે. આપડે આ પોસ્ટમાં તલાટી કમ મંત્રીનો લેટેસ્ટ અભ્યાસક્રમ અને તેની પેપર સ્ટાઇલ વિશે માહિતી મેળવીશું.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે ધનુ રાશિના લોકોને લગ્ન અને પ્રમોશનના સારા સમાચાર મળશે, જાણો તમારું ભવિષ્ય

તલાટી કમ મંત્રી સિલેબસ PDF 2022

ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તલાટી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. પંચાયત ભરતી બોર્ડ દ્વારા તલાટી ની પરીક્ષાનો લેટેસ્ટ સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. નીચે આપેલ લિંક થી તમે સિલેબસ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો.

તલાટી કમ મંત્રી સિલેબસ – હાઈલાઈટ્સ

બોર્ડનું નામગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
કુલ જગ્યાઓ3400 થી વધુ
જોબ લોકેશનગુજરાત
પરીક્ષાની તારીખ08 જાન્યુઆરી 2023
પોસ્ટનો પ્રકારતલાટી સિલેબસ
ઓફિશિયલ વેબસાઈટgpssb.gujarat.gov.in

GPSSB અભ્યાસક્રમ 2022

જે પણ ઉમેદવાર તલાટી અથવા બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે સૌ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમની તમામ માહિતી હોવી જોઈએ. કારણ,કે અભ્યાસક્રમ વિના કરેલી તૈયારી માં ઉમેદવાર ને સફળતા મળતી નથી. તલાટી ની પરીક્ષા ઓફલાઇન લેવામાં આવે છે. તેમાં OMR આધારિત 100 પ્રશ્નો હોય છે અને તેના માટે 1 કલાક નો ટાઈમ આપવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતનાં મજદૂરો માટે સાયકલ સહાય યોજના : શ્રમિકોને સાયકલ ખરીદવા માટે મળશે સહાય
  • કુલ પ્રશ્નો: 100 (OMR આધારિત)
  • કુલ ગુણ: 100
  • સમય: 1:00 કલાક (60 મિનિટ)
વિષયમાર્ક્સભાષા
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ50ગુજરાતી
ગુજરાતી સાહિત્ય અને ગ્રામર20ગુજરાતી
અંગ્રેજી ગ્રામર20અંગ્રેજી
ગણિત10ગુજરાતી
કુલ ગુણ100

ગુજરાત તલાટી કમમંત્રી અભ્યાસક્રમ પીડીએફ

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિને લગતા પ્રશ્નો
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાત નો ઇતિહાસ
  • ભારત અને ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
  • ભારત અને ગુજરાત નું ભૂગોળ
  • રમત ગમત ને લગતા પ્રશ્નો
  • ભારતની રાજનીતિ ભારતનું બંધારણ
  • પંચાયતી રાજ
  • ગુજરાત અને કેન્દ્ર સરકારની મહત્વની યોજનાઓ
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય મહત્વના બનાવો
આ પણ વાંચો : દીવ સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિંક

પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક Click Here
HomePageClick Here