સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર : જાણો કોણ છે સ્વામી વિવકાનંદ? શા માટે ઉજવાય છે તેમની જન્મ જયંતી?

સ્વામી વિવેકાનંદ (જ. 12 જાન્યુઆરી 1863, કોલકાતા, બંગાળ; અ. 4 જુલાઈ 1902, કોલકાતા) : ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર, અનન્ય સત્યાનુરાગી, દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનાર, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને એમના વિચારોના સંદેશવાહક. તેમનો જન્મ કોલકાતાના સુપ્રસિદ્ધ વિદ્યાનુરાગી, સંસ્કારસંપન્ન, ધર્માનુરાગી દત્ત પરિવારમાં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. નામકરણ પૂર્વે દાદા દુર્ગાચરણના નામ ઉપરથી દુર્ગાદાસ નામ પાડવાનું વિચારાયું હતું અને વીરેશ્વરની પૂજાથી આ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હોવાનું માતા માનતાં હતાં એટલે વીરેશ્વર નામ રાખ્યું હતું; પરંતુ છેવટે નરેન્દ્રનાથ નામ રાખવામાં આવ્યું.

આ પણ વાંચો : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સ્વામી વિવેકાનંદ નિબંધ pdf, સ્વામી વિવેકાનંદ નો જન્મ, મહાપુરુષોના પ્રેરક પ્રસંગો, સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ pdf, સ્વામી વિવેકાનંદ ના સુત્રો, ધાર્મિક પ્રેરક પ્રસંગો, સ્વામી વિવેકાનંદ ની કથા, સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર pdf, જીવન પ્રેરક પ્રસંગો, સ્વામી વિવેકાનંદ વિશે માહિતી pdf, સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી,પ્રેરક પ્રસંગો pdf, સ્વામી વિવેકાનંદના બાળપણના પ્રસંગો, Childhood of Swami Vivekananda, Swami Vivekananda story, Swami Vivekananda biography, Swami Vivekananda images, Swami Vivekananda information in English, Swami Vivekananda in Hindi, Swami Vivekananda speech, Swami Vivekananda essay | સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ

સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર

સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર
સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર

Swami Vivekanand જન્મ ૧ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળ૫ણનું નામ નરેન્દ્ર દત્ત હતુ. તેમના પિતા વિશ્વનાથ દત્ત કોલકતા હાઇકોર્ટના સુપ્રસિઘ્ઘ વકીલ હતા અને પશ્ચાત્ય સભ્યતામાં વિશ્વાસ રાખતા હતા.તેઓ તેમના પુત્રને અંગ્રેજી ભણાવીને પશ્ચાત્ય સભ્યતા મુજબ જ ચલાવવા માંગતા હતા. તેમની માતા ભુવનેશ્વરી દેવી આઘયાત્મિક મહિલા હતા અને મોટાભાગનો સમય શિવપુજામાંં વ્યતિત કરતા હતા. નરેન્દ્રની બુઘ્ઘી બાળ૫ણથી જ તીવ્ર હતી અને ૫રમાત્માને પામવા માટેની મનમાં લાલસા હતી. તેના માટે બ્રહમો સમાજમાં ગયા ૫રંતુ તેમાં તેમને સંતોષ ન થયો.

સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર PDF

વિવેકનંદનું બાળપણ નામ નરેન્દ્ર દત્ત
તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત
ગુરુનું નામ રામકૃષ્ણ પરામહંસ
જન્મ 12 જાન્યુઆરી 1863
જન્મ સ્થળ કોલકાતા / બંગાળ
મૃત્યુ 4 જુલાઈ 1902
PDF ડાઉનલોડ કરવાની લિન્ક Click Here

કોણ છે સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ ભારતમાં આધ્યાત્મિક નેતા અને હિન્દુ સાધુ હતા. તેઓ ઉચ્ચ વિચારસરણી સાથે સાદું જીવન જીવતા હતા. તેઓ મહાન સિદ્ધાંતો અને ધર્મનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા મહાન ફિલોસોફર હતા. તેઓ રામકૃષ્ણ પરમહંસના મુખ્ય શિષ્ય હતા અને તેમના દાર્શનિક કાર્યોમાં ‘રાજયોગ’ અનેઆધુનિક વેદાંત’નો સમાવેશ થાય છે. તેઓ કલકત્તામાં રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠના સ્થાપક હતા.

વિવેકાનંદનું પ્રારંભિક જીવન અને શિક્ષણ

સ્વામી વિવેકાનંદનો જન્મ બ્રિટિશ સરકાર દરમિયાન 12મી જાન્યુઆરી 1863ના રોજ નરેન્દ્રનાથ દત્ત તરીકે કલકત્તામાં થયો હતો. તેઓ કલકત્તાના બંગાળી પરિવારના હતા. વિશ્વનાથ દત્ત સફળ વકીલ વિવેકાનંદના પિતા હતા. ભુવનેશ્વરી દેવી વિવેકાનંદની માતા હતી, એક મજબૂત પાત્ર, ઊંડી ભક્તિ સાથે સારા ગુણો. તે એક સ્ત્રી હતી જે ભગવાનમાં વિશ્વાસ કરતી હતી અને તેની તેના પુત્ર પર ઘણી અસર થઈ હતી. તેમણે 8 વર્ષની ઉંમરે ઈશ્વરચંદ્ર વિદ્યા સાગરની સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. તે પછી, તેમણે કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. 1984માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

આ પણ વાંચો : રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓના કરિયરમાં આવશે સુધારો, જાણો તમારું ભવિષ્ય

વિવેકાનંદનો જન્મ યોગિક સ્વભાવ સાથે થયો હતો, તેઓ હંમેશા ધ્યાન કરતા હતા જે તેમને માનસિક શક્તિ પ્રદાન કરતા હતા. નાનપણથી જ તેની યાદશક્તિ મજબૂત હતી, તેથી તે શાળાના તમામ શિક્ષણને ઝડપથી સમજી લેતો હતો. તેમણે ઈતિહાસ, સંસ્કૃત, બંગાળી સાહિત્ય અને પશ્ચિમી ફિલોસોફી સહિતના વિવિધ વિષયોમાં જ્ઞાન મેળવ્યું હતું. તેઓ ભગવત ગીતા, વેદ, રામાયણ, ઉપનિષદ અને મહાભારત જેવા હિંદુ ગ્રંથોનું ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા હતા. તે એક તેજસ્વી છોકરો હતો અને સંગીત, અભ્યાસ, સ્વિમિંગ અને જિમ્નેસ્ટિક્સમાં શ્રેષ્ઠ હતો.

ગુરુ રામકૃષ્ણ પરમહંસ

વિવેકાનંદ ભગવાનને જોવા અને ભગવાનના અસ્તિત્વ વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક હતા. જ્યારે તેઓ દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણને મળ્યા ત્યારે તેમણે તેમને પૂછ્યું કે શું તમે ભગવાનને જોયા છે. તેણે જવાબ આપ્યો, ‘હા મારી પાસે છે‘. હું ભગવાનને એટલું જ સ્પષ્ટપણે જોઉં છું જેટલું હું તમને જોઉં છું, વધુ ગહન અર્થમાં. રામકૃષ્ણે તેમને કહ્યું કે ભગવાન દરેક મનુષ્યની અંદર રહે છે. તેથી, જો આપણે માનવજાતની સેવા કરીએ, તો આપણે ભગવાનની સેવા કરી શકીએ. તેમની દૈવી આધ્યાત્મિકતાથી પ્રભાવિત થઈને, વિવેકાનંદે રામકૃષ્ણને તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા અને ત્યારબાદ તેમનું સાધુ જીવન શરૂ કર્યું.

જ્યારે તેઓ સાધુ બન્યા ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી અને તેનું નામ ‘સ્વામી વિવેકાનંદ’ હતું. તેમના જીવનમાં પાછળથી, તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી જે ધર્મ, જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના ગરીબ અને પીડિતોને સ્વૈચ્છિક સામાજિક સેવા પ્રદાન કરે છે. તેમણે હિંદુ ધર્મની ભારતીય ફિલોસોફીનો પશ્ચિમી દેશોમાં પણ પરિચય કરાવ્યો અને ‘વેદાંત ચળવળ’નું નેતૃત્વ કર્યું. રામકૃષ્ણએ તેમના શિષ્યોને તેમના મૃત્યુ પહેલા વિવેકાનંદને તેમના નેતા તરીકે જોવા અને ‘વેદાંત’ ફિલસૂફી ફેલાવવાનું કહ્યું. તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન રામકૃષ્ણને અનુસર્યા અને તેમના મૃત્યુ પછી તેમની તમામ જવાબદારીઓ લીધી.

વિવેકાનંદે આપેલ શિકાગોનું ઐતિહાસિક ભાષણ

સને. 1893 માં વિવેકાનંદ શિકાગોમાં વિશ્વ ઘર્મ સંમેલનમાં ભાગ લીધો હતો. અહી બઘા ઘર્મના પુસ્તો રાખવામાં આવ્યા હતા તેમાં ભારતના ઘર્મના વર્ણન માટે શ્રિમદ ભાગવત ગીતા રાખવામાં આવેલ હતી. જેની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ તે જ્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમના આઘ્યાત્મ અને જ્ઞાનથી ભરપુર ભાષણની શરૂઆત અમેરિકી બહેનો અને ભાઇઓ” શબ્દથી કરી ત્યારથી જ આખો સભાગાર તાળીયોના ગડગડાટથી ગુંજી ઉઠયો.

સ્વામી વિવેકાનંદના ભાષણમાં વૈદિક દર્શનનું જ્ઞાન હતું, તે સાથે વિશ્વમાં શાંતિથી જીવવાનો સંદેશ પણ છુપાયેલો હતો, તેમણે ભાષણમાં કટ્ટરતાવાદ અને સંપ્રદાયિકતા પર આકરા પ્રહારો કર્યા હતા.

આ સમયથી ભારતની એક નવી ઓળખ ઉભી થઇ અને સાથે સાથે સ્વામી વિવેકાનંદજી ૫ણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઇ ગયા.

આ પણ વાંચો : સંકલિત બાળ સુરક્ષા યોજના ભરૂચ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

વિવેકાનંદે કરેલ રામકૃષ્ણ મિશનની સ્થાપના

1 મે ​​1897 ના રોજ સ્વામી વિવેકાનંદ કોલકાતા પાછો ફર્યો અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના નિર્માણ માટે હોસ્પિટલ, શાળા, કોલેજ અને સાફ-સફાઈના ક્ષેત્રમાં આગળ વઘવાનો હતો.

સાહિત્ય, દર્શન અને ઇતિહાસના વિદ્ધાન સ્વામી વિવેકાનંદે તેમના પ્રતિમાથી લોકોને ઘેલા કરી દીઘા હતા. અને હવે તેઓ યુવાનો માટે એક આદર્શ બની ગયા હતા. 1898 માં સ્વામી જી એ બેલુર મઠની સ્થાપના કરી જેણે ભારતીય જીવન દર્શનનો એક નવો આયામ આપ્યો. આ ઉ૫રાંત અન્ય બે બીજા મઠો ૫ણ સ્થાપ્યા.

પોતાના જીવન દરમિયાન પ્રદાન કરેલ યોગદાન

ઓગણચાલીસ વર્ષના ટુંકા જીવનમાં સ્વામી વિવેકાનંદજી જે કામ કરી ગયા તે આવનારી શતાબ્દીઓ-૫ેઢીઓ સુઘી માર્ગદર્શનરૂ૫ બની રહેશે.

૩૦ વર્ષની ઉમંરમાં તેમણે શિકાંગો ઘર્મ ૫રિષદમાં હિન્દુ ઘર્મનુ પ્રતિનિઘિત્વ કર્યુ અને સમગ્ર વિશ્વમાં એક નવી ઓળખ અપાવી હતી. ગરૂદેવ રવિન્દ્રનાથ ટેગોરે એક વખત કહયુ હતુ કે ”જો તમે ભારતને જાણવા માંગતા હોય તો સ્વામી વિવેકાનંદજીને વાંચો તેમાં તમને બઘુ સકારાત્મક જ જાણવા મળશે નકારાત્મક કશુ જ નથી.”

તેઓ માત્ર એક સંત જ ન હતા, એક મહાન દેશભકત, વકતા, વિચારક, લેખક, અને માનવ પ્રેમી ૫ણ હતા. અમેરિકાથી ભારત પરત ફરતી વખતે દેશના લોકોને આહવાન કર્યુ હતુ કે, નવા ભારત તરફ આગળ વઘો, મોદીની દુકાનથી, ભડભુંજાના ભાડથી, કારખાનાથી, હાટથી, બજારથી, ઝાડી, જંગલો, ૫હાડો, ૫ર્વતોથી. અને દેશની જનતાએ તેમના આ આહવાનનું સમર્થન ૫ણ કર્યુ. ગાંઘીજીની આઝાદીની લડાઇમાં જે જનતાનું સમર્થન મળ્યુ તે વિવેકાનંદજીના આ આહવાનનું જ ફળ હતુ.

ઉઠો જાગો અને ઘ્યેય પાપ્તિ સુઘી મંડયા રહો એ તેમનો મંત્ર હતો.

– સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદજીના વિચારો

અત્યંત પ્રભાવશાળી અને બુઘ્ઘિજીવી સ્વામી વિવેકમનંદજીના વિચારોથી સૌ કોઇ પ્રભાવિત હતુ. કારણ કે સ્વામીજીના વિચારોમાં હંમેશા સ્વામી વિવેકાનંદ નો દેશપ્રેમ સામેલ હતોો. તમણે હંમેશા દેશવાસિયો વિકાસ માટે કામ કર્યુ હતુ. કોઇ ૫ણ માણસ તેમના વિચારોમાંથી પ્ર્રે્રણા લઇ પોતાનું જીવન બદલી શકે છે. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ બંંને આ૫ણા માટે મહત્વના છે.

વિવેકાનંદજી હંમેશાં કહેતા હતા કે ” દરેક વ્યકિતએ પોતાના જીવનમાં એક વિચાર-સંકલ્પ કરવો જોઇએ અને આખી જીંદગી તે પ્રાપ્ત કરવા માટે ૫રિશ્રમ કરવો જોઇએ તો જ સફળતા મળે છે.”

” દરેક વ્યકિતએ પોતાના જીવનમાં એક વિચાર-સંકલ્પ કરવો જોઇએ અને આખી જીંદગી તે પ્રાપ્ત કરવા માટે ૫રિશ્રમ કરવો જોઇએ તો જ સફળતા મળે છે.”

– સ્વામી વિવેકાનંદ

આ પણ વાંચો : રેલવે ભરતી બોર્ડ દ્વારા દક્ષિણ-મધ્ય વિભાગમાં 10 પાસ પર બમ્પર ભરતી

સ્વામી વિવેકાનંદનું દુઃખદ મૃત્યુ

૪ જુલાઇ ૧૯૦૨ના રોજ સ્વામી વિવેકાનંદજી નું અવસાન થયુ હતુ. તેમના શિષ્યોના જણાવ્યા મુજબ સ્વામી વિવેકાનંદજીએ મહાસમાઘિ લીઘી હતી. તેમણે તેમની ભવિષ્યવાણીને સાચી સાબિત કરી હતી કે તેઓ ૪૦ વર્ષથી વઘુ જીવશે નહી. આ મહાન પુરૂષના અંતિમ સંસ્કાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યા હતા.

હુ આશા રાખુ છુ કે તમને અમારો સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ(swami vivekananda in gujarati ) લેખ ખુબ જ ગમ્યો હશે સ્વામી વિવેકાનંદજી વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

સ્વામી વિવેકાનંદને રાયપુર ખાતે આવેલ ઈશ્વરચંદ વિદ્યાસાગરની મેટ્રોપોલિટન સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં હતા, ત્યારે તેમના પરિવારે અચાનક રાયપુર જવું પડ્યું જેથી તેમનો અભ્યાસ અવરોધિત થયો. સને.૧૮૭૯ માં, તેમનો પરિવાર કલકત્તા પરત ફર્યા પછી,તેઓ પ્રેસિડેન્સી કોલેજની પ્રવેશ પરીક્ષામાં ફસ્ટ ડીવીઝન લાવનાર પ્રથમ વિદ્યાર્થી બન્યા હતા.

HomePageClick Here

સ્વામી વિવેકાનંદ FAQs

1. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો?

સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ થયો હતો

2. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું?

રામકૃષ્ણ પરમહંસ

3. સ્વામી વિવેકાનંદનું શાળાનું નામ જણાવો.

સ્વામી વિવેકાનંદને રાયપુર ખાતે આવેલ ઈશ્વરચંદ વિદ્યાસાગરની મેટ્રોપોલિટન સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં હતા, ત્યારે તેમના પરિવારે અચાનક રાયપુર જવું પડ્યું જેથી તેમનો અભ્યાસ અવરોધિત થયો. સને.૧૮૭૯ માં, તેમનો પરિવાર કલકત્તા પરત ફર્યા પછી,તેઓ પ્રેસિડેન્સી કોલેજની પ્રવેશ પરીક્ષામાં ફસ્ટ ડીવીઝન લાવનાર પ્રથમ વિદ્યાર્થી બન્યા હતા.