સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ૨૦૨૨ : શૌચાલય બનાવવા માટે મળશે 12 હજારની સહાય

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) 2022 ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને સંડાસ બનાવવા માટે સહાય આપવામાં આવશે.

લાભ કોને મળે

  • વ્યક્તિગત શૌચાલય માટે BPL લાભાર્થી
  • વ્યક્તિગત શૌચાલય માટે APL લાભાર્થીમાં પાંચ કેટેગરી:
  • (1) SC / ST (2) નાના સીમાંત ખેડૂતો (3) જમીન વિહોણા ખેતમજુર (4) શારીરિક વિકલાંગ (5) કુટુંબ મહિલા વડા.
  • વ્યક્તિગત શૌચાલય માટે APL (જનરલ) લાભાર્થી
  • સામૂહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતા શૌચાલય વિહોણાંની સંયુક્ત ભાગીદારી ધરાવતા કુટુંબોને
  • ઘન કચરાના નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે લોકભાગીદારીથી કામો કરવામાં આવે છે. 
આ પણ વાંચો : સંકટ મોચન યોજના ગુજરાત 2022 હેઠળ સરકાર આપશે 20,000 ની સહાય

કેટલો લાભ મળે

વ્યક્તિગત શૌચાલય માટે BPL તથા APL (પાંચ કેટેગરી) રૂપિયા 12000 ની સહાય, તેમજ APL (જનરલ) ને રૂપિયા 8000 ની સહાય આપવામાં આવે છે.

સામૂહિક શૌચાલય માટે કુલ રૂપિયા 2 લાખ (લોકફાળો રૂપિયા 20000 તથા યોજનાકીય રૂપિયા 1.80 લાખ) સહાય આપવામાં આવે છે.

ઘન કચરા માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે:-

(1) 150 કુટુંબ સુધી રૂપિયા 7 લાખ

(2) 300 કુટુંબ સુધી રૂપિયા 12 લાખ

(3) 500 કુટુંબ સુધી રૂપિયા 15 લાખ

(4) 500 થી વધુ કુટુંબ માટે રૂપિયા 20 લાખ 

આ પણ વાંચો : પ્રધાનમંત્રી કિસાન યોજના: આ કામ નહિ કરો તો આ હપ્તે મહી મળે 2000 રૂપિયા

લાભ ક્યાંથી મળે

તલાટી-કમ-મંત્રીશ્રી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કો-ઓર્ડીનેટર, સિવિલ એન્જીનીયર તથા નિર્મળ દૂત દ્વારા અરજી ફોર્મ ભરી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોંચાડવી.

તાલુકા પંચાયત કચેરી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખા.

ક્યાં ક્યાં પુરાવા જોઈએ

  1. આધાર કાર્ડ
  2. ચૂંટણી કાર્ડ
  3. વાહન લાઇસન્સ
  4. પાન કાર્ડ
  5. MGNREGA જોબ કાર્ડ
  6. રાશન કાર્ડ
  7. BPL કાર્ડ (કોઈ પણ એક)
  8. ઘરવેરાની રસીદ
  9. બેંક પાસબુકની નકલ
  10. શૌચાલયનો ચાલુ તથા પૂર્ણ કામનો લાભાર્થી સાથે ફોટો
આ પણ વાંચો : PM કિસાન સન્માન નિધિ। લાભાર્થીની સ્થિતિ તપાસો અને નોંધણી ઓનલાઇન જાતે કરો

સામૂહિક શૌચાલય માટે કુલ રૂપિયા 2 લાખ (લોકફાળો રૂપિયા 20000 તથા યોજનાકીય રૂપિયા 1.80 લાખ) સહાય આપવામાં આવે છે.

ખાસ નોંધ : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ – દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.