શેર બજાર માં રોકાણ કરવા માંગો છો તો આ 10 શેર આપશે વધુ નફો….

જો પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ(Investment) કરવામાં આવે તો તે ઓછા સમયમાં પણ સારું વળતર આપી શકે છે. વેપાર આના માટે વધુ સારો વિકલ્પ છે. જો તમે શેરબજાર(Share Market)માં તમારા નાણાંનું રોકાણ કરો છો, તો આ સ્ટોક્સ(stocks) ટૂંકા સમયમાં વધુ વળતર આપી શકે છે. જો કે આમાં બજારનું જોખમ છે. નિષ્ણાતો દ્વારા સૂચવાયેલ શેર પર ભરોસો રાખી તમે જોખમને ધ્યાને લઈ રોકાણ કરો તો ફાયદો થઈ શકે છે. આજે અમે તમને આવા 5 શેરો વિશે જણાવવા જઈ રહ્યા છે જે 49 થી 77 ટકા રિટર્ન આપી શકે છે.

શેર બજાર માહિતી

આર્ટીકલ નું નામ શેરબજાર માહિતી
રોકાણ તમારી ઈચ્છા મુજબ
રીટર્ન 49 થી 77%
માહિતી સ્ત્રોત બજાર નિષ્ણાતનો અભિપ્રાય
Home page click here

મિડકેપ સ્પેસ

2021માં, મિડકેપ સ્પેસ સારી સ્થિતિમાં હતી, જેમાં નિફ્ટી મિડેકપ 150 ઈન્ડેક્સએ 45 ટકા વળતર આપ્યું, જે નિફ્ટી 50 કરતા 21 ટકા વધુ છે. ઉપરાંત, જ્યારે ઓક્ટોબર 2021ના મધ્યમાં બજારો નીચે ગયા હતા, ત્યારે નિફ્ટી મિડકેપ 150 અને નિફ્ટી સ્મોલકેપ 250 સૂચકાંકો નિફ્ટી 50ની સરખામણીમાં ઓછા ઘટ્યા હતા. અહીં ટોચના 10 શ્રેષ્ઠ મિડકેપ શેરો અંગે જણાવાયું છે, જે મજબૂત બની રહ્યા છે.

1.ઇક્વિટાસ હોલ્ડિંગ્સ 

ખરીદો | LTP: 119.4 રૂપિયા | આ સ્ટૉકને 111 રૂપિયાના સ્ટૉપલોસની સાથે 132 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી શકાય છે. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 10.5 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે.

2.નેશનલ ફર્ટિલાઇઝર્સ

ખરીદો | LTP: રૂપિયા 60.60 | આ સ્ટૉક 56 રૂપિયાના સ્ટૉપલોસની સાથે 67.50 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી શકાય છે. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 11.4 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે.

3.PVR 

ટ્રેડિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર PVR સારું વળતર આઓઇ શકે છે. PVR ના શેર માટે 1800 રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જે એક મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે. આ શેર 77 ટકા સુધીની કમાણી કરાવી શકે છે. અત્યારે આ શેરની કિંમત આશરે 1,062 રૂપિયા છે આગામી દિવસોમાં આમાં મોટો ઉછાળો આવી શકે છે.

4.ફેડરલ બેંક

નિષ્ણાંતોના મતે ફેડરલ બેંકના શેર લેવાનું પણ ફાયદાકારક સોદો થઈ શકે છે. તમે આ સ્ટોક પર 53 ટકા સુધીનો નફો મેળવી શકો છો. આ શેરનો લક્ષ્યાંક 110 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. લોકો બેંકોમાં લોન માટે વધુ અરજી કરી રહ્યા છે તેથી તેમાં નાણાંનું રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

5.બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની

ખરીદો | આ સ્ટૉક 99.50 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 118 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી શકાય છે. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 10.8 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે.

6.આઈડીએફસી ફર્સ્ટ બેંક

જાણીતી બ્રોકિંગ ફર્મ અનુસાર આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે. આમાં તમે 52 ટકા વળતર મેળવી શકો છો. તેના શેર માટે 77 રૂપિયાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જે એક મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે.

7.યુપીએલ (UPL)

ખરીદો | એલટીપી: 809.75 રૂપિયા | આ સ્ટૉક 780 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 865-900 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી શકાય છે. 3-4 સપ્તાહમાં આ સ્ટૉકમાં 7-11 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે.

8.બંધન બેંક

સાપ્તાહિક ચાર્ટ પર નીચે તરફ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બતાવવામાં આવી છે. શેરના ભાવ ઘટ્યા છે પરંતુ વોલ્યુમ વધ્યા છે. શેરે સાપ્તાહિક ચાર્ટ પર રૂ.331ના અગાઉના ટોચના રજીસ્ટેન્સ વટાવી દીધો છે. હવે સ્ટોક તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજ પેરામીટરથી ઉપર છે. અન્ય બેન્કિંગ શેરોની સરખામણીમાં આ સ્ટોક વધુ મજબૂત દેખાઈ રહ્યો છે. તેને રૂ. 360ની લક્ષ્ય કિંમત સાથે ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. આમાં તમે 8 ટકા સુધીનો નફો મેળવી શકો છો.

9.એનઆરબી બેરિંગ્સ

એનઆરબી બેરિંગ્સના શેરમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે. આ સમયે તેની કિંમત 102 રૂપિયા છે. નિષ્ણાતોએ તેનું લક્ષ્ય 150 રૂપિયા રાખ્યું છે તે ટૂંક સમયમાં આ લક્ષય પર પહોંચી શકે છે. આ સ્ટોક તમને 49 ટકા રિટર્ન આપી શકે છે.

10.એસ્કોર્ટ્સ લિમિટેડ

ખેતીખેતીમાં ઘણો વિકાસ થયો છે. પાકની લણણી માટે કૃષિ મશીનરીની જરૂર પડે છે. આ સ્થિતિમાં, કોઈ પણ વ્યક્તિ એસ્કોર્ટ્સ લિમિટેડના શેરમાં રોકાણ કરી શકે છે. તેનું લક્ષ્ય 1573 રૂપિયા રાખવામાં આવ્યું છે. હાલમાં તે આશરે 1,174 રૂપિયાની આસપાસ છે. રોકાણકારો 29 ટકા સુધી કમાણી કરી શકે છે.

નોંધ :- શેરમાં રોકાણ જોખમોને આધીન છે. અમારો ઉદ્દેશ્ય આપને માહિતી પુરી પાડવાનો છે. નફા કે નુકશાન માટે અહેવાલની કોઈ જવાબદારી રહેશે નહિ. કૃપા કરી રોકાણપૂર્વે આપણા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Leave a Comment