સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન : મહિલાઓને અધિકારો, સલામતી તથા મુશ્કેલીમાં મદદ કરતી એપ

ગુજરાત સરકારમાં વિવિધ વિભાગો દ્વારા મહિલાઓને લગતી ઘણી બધી યોજનાઓ ચલાવવા આવે છે. સરકાર દ્વારા મહિલાઓના ઉત્સર્ષ માટે અલગ વિભાગ બનાવવામાં આવેલ છે. જેનું નામ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ. આ વિભાગ દ્વારા મહિલાઓના વિકાસ, સશકિતકરણ, સુરક્ષા અને સલામતી ઘણી બધી યોજનાઓ બનાબેલ છે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવમાં આજે તેજીનો માહોલ, જાણો આજના તાજા ભાવ

સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન

WCD Gujarat દ્વારા મહિલાઓના પુન: સ્થાપન માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન યોજના ચલાવવામાં આવે છે. રાજયમાં સ્ત્રીઓનું પ્રમાણ વધે તે માટે વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો અમલીકરણ કરેલ છે. વધુમાં, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પણ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેવી કે 181 મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર(PBSC), સખી વન સ્ટોપ સેન્ટર, નારી કેન્દ્ર તથા સંકટ સખી મોબાઈલ એપ્લીકેશન વગેરે ચાલે છે. આજે આપણે આ આર્ટીકલ દ્વારા Sankat Sakhi Mobile Application માહિતી મેળવીશું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકટ સખી મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવેલ છે. આ એપ્લિકકેશન દ્વારા મહિલાઓને મદદરૂપ થવા માટે બનાવવામાં આવેલ છે. વર્તમાન ડિજીટલ યુગમાં તમામ મદદ આંગળીના ટેરવે મળે તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Sankat Sakhi Mobile Application બનાવવામાં આવેલ છે. જેને Google Play Store માંથી વિનામુલ્યે Download કરી શકાય છે.

સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન – હાઈલાઈટ્સ

યોજનાનું નામસંકટ સખી મોબાઈલ એપ્લિકેશન
આર્ટિકલની ભાષાઅંગ્રેજી અને ગુજરાતી
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
હેતુરાજ્યની મહિલાઓ પોતાના અધિકારથી જાગૃત બને,
પોતાની સલામતીની સમજ કેળવે અને
મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવે.
સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન
ક્યાંથી Download કરવી.
Google Play Store માંથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાય.
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
મહિલા હેલ્પલાઈન નંબર 181

આ એપ બનાવવાનો હેતુ

મહિલાઓને જાગૃત બનવાવા માટે, પોતાના અધિકારીઓથી પરિચિત થાયતથા મહિલાઓને સલામતી અને સુરક્ષા સંબંધિત માહિતી અને મદદ આંગળી ટેરવે મળે તે માટે આ એપ્લિકેશન બનાવેલ છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : શુક્રની કૃપાથી વૃષભ, કર્ક, તુલા અને કુંભ રાશિના જાતકોને ભારે લાભ મળશે, જાણો તમારું ભવિષ્ય

સંકટ સખી એપ પરથી કઈ કઈ સેવાઓ મેળવી શકાય?

મહિલાઓ માટે બનાવેલ આ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ઘણી બધી માહિતી અને મદદ મેળવી શકે છે. આ એપ્લિકેશન પરથી મહિલાઓના અધિકારો વિશે, સલામતીના સૂચનો, મહિલાઓની નીતિઓ તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી મેળવી શકે છે. મુશ્કેલ સંજોગો કે પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન વિશેની માહિતી અને સંપર્ક નંબરો મેળવી શકે છે. તથા મદદ માટે 181 મહિલા હેલ્પલાઈનને સીધો ફોન પણ કરી શકે છે. ઉપરાંત, મહિલા સહાય કેન્દ્રોની માહિતી પણ મેળવી શકે છે.

યોજનાઓની વિગતવાર માહિતી

સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન દ્વારા યોજનાની માહિતી, સહાય કેન્‍દ્રોની માહિતી, FAQ’s (પ્રશ્નોતરી) તથા સાફલ્ય ગાથા જેવી વિગતવાર માહિતી મેળવી શકે છે. નીચે મુજબની યોજનાઓની માહિતી એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકે છે.

  • પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર (PBSC)
  • સખી વન સ્ટોપ સેન્‍ટર (OSC)
  • નારી સંરક્ષણ ગૃહ/ કેન્‍દ્ર
  • સ્વાધાર ગૃહ યોજના
  • વર્કિંગ વુમન હોસ્ટેલ યોજના

સંકટ સખી એપ્લિકેશનમાં “મદદ”

  • “મહિલાઓના અધિકારો” નામના વિકલ્પ ઉપર મહિલાઓ પર કયા કયા પ્રકારે હિંસા થાય છે તેની માહિતી જોવા મળશે.જેમાં જે તે હિસાંના પ્રકાર ઉપર ક્લિક કરતાં બાજુમાં દર્શાવેલ ફોટા પ્રમાણે, તે હિસાંને લગતી સંપુર્ણ માહિતી જોવા મળશે.
  • “નજીકનું પોલિસ સ્ટેશનનામના વિકલ્પ ઉપર ક્લિક કરતાં બાજુમાં દર્શાવેલ ફોટા પ્રમાણેની સ્ક્રિન જોવા મળશે. જેમાં તે વિસ્તારના નજીકના તમામ પોલિસ સ્ટેશનના લોકેશન જોવા મળશે.
  • “મદદ-માટે” નામના વિકલ્પ ઉપર ક્લિક કરતાં મોબાઇલની સ્ક્રિન ઉપર જેમાં “ALLOW” નામના બટન ઉપર ક્લિક કરી ફોન કરવાની પરવાનગી આપવાની રહેશે. પરવાનગી આપતા બાજુમાં દર્શાવ્યા પ્રમાણે મહિલા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધી શકાશે.
  • “સલામતી સૂચનો” નામના વિકલ્પ ઉપર ક્લિક કરતાં,જેમાં મહિલાઓએ કયા પ્રકારની સાવચેતી રાખવીતે અંગેની માહિતી જોવા મળશે.
  • “મહિલાલક્ષી નીતિઓ” નામના વિકલ્પ ઉપર ક્લિક કરતાં, જેમાં સ્ત્રી-પુરુષ સમન્યાય માટે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલ નીતિઓ જોવા મળશે.

How To Download Sankat Sakhi App

મહિલાઓને માટે બનાવેલ આ એપ્લિકેશન મોબાઈલમાં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. સ્ટેપસ બાય સ્ટેપ આ એપ્લિકેશન કેવી રીતે Download કરવી તેની માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ તમારા મોબાઈલમાં Google Play Store ખોલવું.
  • ત્યારબાદ તેના સર્ચ બોક્સમાં “Sankhat Sakhi”ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સમક્ષ Government of Gujarat ની અધિકૃત “SankatSakhi”એપ્લિકેશન બતાવશે.
  • છેલ્લે, તમારે Installબટન પર ક્લિક કરતાં સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થશે.
આ પણ વાંચો : ભારતીય નૌકાદળ દ્વારા 1400 જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિંક

એપ ડાઉનલોડ કરવાની લિંક Click Here
HomePageClick Here